રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડમાં હોળી–ધુળેટીના એક મહિના પૂર્વેથી જ ઘઉં સહિતની જણસીઓની આવકો શ થઇ ગઇ છે, દરમિયાન આજે તો ઘઉંમાં સિઝનની સૌથી વધુ ર૫,૦૦૦ ગુણી ઘઉંની આવક થઇ હતી જેની સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૪૦૦થી ૭૦૦ સુધી રહ્યો હતો. નવી આવકો શ થતાં ચેરમેન જયેશભાઇ બોઘરાએ સાઇટ વિઝીટ કરી ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે જરી વ્યવસ્થા કરાવી હતી. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ધુળેટી પછી ઘઉંની પુષ્કળ આવક શ થતી હોય છે પરંતુ આ વર્ષે હોળી તા.૨૫ માર્ચના છે અને યાર્ડમાં ઘઉંની આવક તા.૨૫ ફેબ્રુઆરી પહેલાથી શ થઇ ગઇ છે, દરમિયાન આજે તો ૨૫,૦૦૦ ગુણીની આવક થઇ હતી. નવા ઘઉંમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૪૦૦થી ૭૦૦ સુધીના છે. વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ અગાઉના વર્ષેાની જેમ શહેરી ગ્રાહકો પણ હવે ઘઉંની બારમાસી ખરીદી એક સાથે કરતા થયા છે, સામાન્ય રીતે શહેરમાંથી જ ઘઉં ખરીદી લેતા ગ્રાહકો હવે યાર્ડ સુધી આવી ઘઉં ખરીદે છે. સૂત્રોએ ઉમેયુ હતું કે નવા ઘઉં ઉપરાંત ચણા અને ધાણા– જીની પણ પુષ્કળ આવક થઇ રહી છે અને આગામી દિવસોમા હજુ ઉત્તરોત્તર આવક વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech