રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી ઘઉંની સીઝન બરાબર જામી છે અને આવક વધતા ભાવ ગત વર્ષની સપાટીએ જળવાઇ રહ્યા છે. આજે ઘઉં ટુકડાની ૮૫૦૦ કવીન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોના ૫૦૨થી ૫૯૬ના ભાવે સોદા પડ્યા હતા. જ્યારે ઘઉં લોકવનમાં ૨૫૦૦ કવીન્ટલની આવક સામે ૪૯૭થી ૫૨૦ના ભાવે સોદા થયા હતા.તમામ જણસીઓમાં નવી આવક વચ્ચે આજે જીરૂની સૌથી વધુ ૧૦,૫૦૦ કવીન્ટલની આવક સામે મણ દીઠ ભાવ રૂ.૩૫૫૦થી ૩૯૨૦ સુધી રહ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે જીરૂ, ઘઉં, તુવેર, રાય,રાયડો, મેથી, કપાસ સહિતની જણસીઓ ભરેલા ૯૦૦થી વધુ વાહનોને આજે યાર્ડમાં એન્ટ્રી અપાઇ હતી. હાલની સ્થિતિએ નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી ધાણા અને સૂકા મરચાની આવક બંધ છે. સોમવારે ખુલતી બજારે આજથી વધુ આવક થશે તેવો અંદાજ છે. જો કે ઘઉંની સૌથી વધુ આવક હોળી અને ધુળેટીના તહેવારો પછી જ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech