WhatsAppમાં હવે ચેટિંગ માટે ફોન નંબરની જરૂર નહીં પડે, અપડેટ થશે આ નવું ફીચર

  • May 25, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં કોઈને મેસેજ મોકલવા માટે તેમનો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. કોઈને વોટ્સએપ મેસેજ મોકલવા પર યુઝરનો વોટ્સએપ નંબર આપમેળે શેર થઈ જાય છે જેનાથી ઘણીવાર યુઝર્સ હેરાન પણ થતા હોય છે. આથી વોટ્સએપે તેના સંબંધિત વધુ સારી પ્રાઈવેસી આપવાની દિશામાં પગલાં લીધાં છે. હવે મેસેજ મોકલતા યુઝર્સના મોબાઇલ નંબરને બદલે તેમના 'યુઝરનેમ' બતાવવામાં આવશે.



નવું WhatsApp ફીચર હાલ ડેવલપમેન્ટ મોડમાં છે. હાલમાં જેમ યુઝર્સ તેમના ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર એકાઉન્ટ માટે યુઝરનેમ પસંદ કરે છે, તેમ તેમણે WhatsApp માટે પણ યુનિક યુઝરનેમ બનાવવું પડશે. આ યુઝરનેમ આગામી દિવસોમાં કોન્ટેક્ટ નંબરની જગ્યાએ દેખાશે અને વોટ્સએપ પર કોઈને મેસેજ કરવા માટે તેમના ફોન નંબરની જરૂર નહીં પડે. વોટ્સએપ અપડેટ્સ અને નવા ફીચર પર નજર રાખનાર પ્લેટફોર્મ WABetaInfoએ અહેવાલ આપ્યો છે કે લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા બિલ્ડમાં નવા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ વર્ઝન 2.23.11.15 માટે લેટેસ્ટ વોટ્સએપ બીટા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અપડેટથી આ બિલ્ડમાં એક મોટું ફીચર સામે આવ્યું છે. WhatsApp પર એપ સેટિંગ્સમાં ટૂંક સમયમાં નવું યુઝરનેમ મેનૂ દેખાઈ શકે છે.


યુઝર્સને પોતાનું યુઝરનેમ સેટ કરવાનો ઓપ્શન એપ સેટિંગ્સમાં આપવામાં આવશે, જેની મદદથી તેઓ અન્ય યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકશે. હાલમાં યુઝર્સને તેમનું નામ, પ્રોફાઇલ ફોટો અથવા એક્ટિવ સ્ટેટસ બદલવાનો ઓપ્શન આપવામાં આવે છે. નવું યુઝરનેમ પસંદ કર્યા બાદ WhatsApp યુઝર્સની મોબાઈલ નંબર પરની નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. વોટ્સએપ માત્ર કોન્ટેક્ટ આઇડેન્ટિફિકેશન માટે ફોન નંબરની મદદ લેશે પરંતુ તેને અન્ય યુઝર્સ સાથે શેર કરવામાં આવશે નહીં. એપ પર ફોન નંબરની જગ્યાએ યુઝરનેમ બતાવવામાં આવશે જો કે, WhatsApp પર યુઝરનેમ સાથે સંબંધિત સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની સાથે સંબંધિત વધારે માહિતી આગામી થોડા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application