જામનગરમાં શાકભાજી વેચતી રેકડીઓ અને ઠેલાંઓ પર છેલ્લા કેટલાક ખરાબ શાકભાજી બચી જાય છે, ત્યારે તેને વિવિધ પ્રકારની વાનગીઓમાં સામાન્ય જનતાને પીરસવામાં અને ખવડાવવામાં આવે છે.. મોટી વાત આ છે કે જનતાને તેની જાણ પણ થતી નથી
જ્યારે કોઈપણ વ્યક્તિ શાકભાજી ખરીદવા માટે રેકડીઓ કે ઠેલાઓ પર જાય છે, ત્યારે તે તેમાંથી તાજા શાકભાજી પસંદ કરીને જ ખરીદે છે. અમને સહેજ પણ ખરાબ કે વાટેલાં શાકભાજી સાથે લઈ જવાનું પસંદ નથી. પરંતુ આપણા જેવા અનેક ગ્રાહકોને શાકભાજી વેચ્યા બાદ અંતે જે શાકભાજી બચી જાય છે, જો આપણે વિચારીએ છીએ કે વિક્રેતાઓ તેને ફેંકી દેતા હશે તો આપણે ખોટા છીએ. વાસ્તવમાં, અંતે બાકી રહી ગયેલા ખરાબ શાકભાજી પણ અમુક ગ્રાહકો તેમની પાસેથી ખરીદવા તૈયાર હોય છે. જામનગરના આ અમુક ગ્રાહકો વાનગી વિક્રેતાઓ હોય છે જેમાં અમુક રેકડીઓ અને ઠેલાંઓ, સ્ટોલ, હોટલ અને રેસ્ટોરન્ટ શામેલ હોય છે. જ્યારે અમે કેટલાક શાકભાજી વિક્રેતાઓ પાસેથી આવી છેલ્લી ખરાબ શાકભાજી ખરીદવાની ઓફર કરી, ત્યારે તેઓ સરળતાથી સંમત થયા હતાં.
કઈ-કઈ શાકભાજીઓ હોય છે આમાં...?
સામાન્ય રીતે લગભગ દરેક પ્રકારની બચેલી શાકભાજી કોઈને કોઈ વાનગીઓ બનાવનારને શાકભાજી વેચનાર દ્વારા વેચવામાં આવે છે, પરંતુ અમુક શાકભાજી તેમાં ખાસ વેચાય છે, જેમાં અંતે જે ખરાબ બટાકા હોય છે તે મોટાભાગે વેચવામાં આવે છે પાણીપુરી વેચનારા અથવા સમોસા અને ડોસા જેવી વાનગીઓ બનાવનારાઓ ને. આ સિવાય ખરાબ ટામેટાં જે છેડે રહી જાય છે તેને પાવભાજી અને ભાજીના કોન બનાવીને વેચનારાઓ લઈ જાય છે. તે જ સમયે, શાકબાજી વિક્રેતાઓ થી બાકીની બગડેલી કોબી અને કેપ્સિકમને ચાઇનીઝ વાનગીઓ બનાવવાવાળા ખરીદે છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ કેટલાક શાકભાજી વિક્રેતાઓ આ હકીકતો જાહેર કરે છે.
આ રીતે છેલ્લા ખરાબ શાકભાજીને પણ વેચીને કમાણી કરનારાઓ પાસે બીજા કોઈ ગ્રાહકો દરરોજ આવે કે ન આવે પરંતુ જામનગરના અમુક વાનગીઓ વિક્રેતાઓ આવે જ છે જેઓ મહત્તમ નફો મેળવવા માટે ખરાબ શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં શરમાતા નથી. વિવિધ વાનગીઓ માટે તેમના રોજિંદા ગ્રાહકોમાં અમુક રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સનો સમાવેશ પણ થાય છે, જેઓ છેલ્લી બચેલી શાકભાજી ખૂબ જ ઓછી કિંમતે ખરીદીને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા હોય છે.
જો તમે નોંધ્યું હોય કે, જ્યારે શાકભાજીના ભાવ આસમાને સ્પર્શવા લાગે છે, ત્યારે પાવભાજી, સમોસા, ડોસા અને પાણીપુરી જેવા ખાદ્યપદાર્થો વેચનારાઓ તેમના ભાવમાં વધારો કરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે તેમના ભાવને કેવી રીતે નિયંત્રણમાં રાખવું જોયે અને શાકભાજી ખરાબ થઈ જાય તો સસ્તા દરે તે શાકભાજીની વ્યવસ્થા કેવી રીતે કરવી.
ખેતરોમાં શાકભાજી ઉગાડતી વખતે, ખેડૂતો જંતુઓથી બચાવવા માટે અનેક ગણી વધુ જંતુનાશકોનો ઉપયોગ કરે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તે પછી, જ્યારે પરિવહન દરમિયાન શાકભાજી ખરાબ થઈ જાય છે, ત્યારે અમુક વેપારીઓ તેમને ખરીદીને વિવિધ વાનગી બનાવે છે. તેમાં મસાલા થી સ્વાદ ઉમેરીને સ્વાદિષ્ટ બનાવે છે અને તેને આ રીતે લોકો સમક્ષ રજૂ કરે છે, જેનાથી આપણને ખબર જ નથી પડતી કે આ વાનગીઓનો આધાર કે કાચો માલ કેટલો ખરાબ અને સડેલ હતો. મોટી વાત એ છે કે આ બધું તપાસવાની અને આ ખાદ્ય ચીજોની ગુણવત્તા જાળવવાની જવાબદારી સરકારી ખાદ્ય વિભાગની હોય છે, પરંતુ તેમની પાસે આ માટે સમય કે રસ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech