મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે, લોકો સવારે ઉઠે છે અને નદી કિનારે જાય છે. આવતીકાલે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવાશે. આ દિવસે લોકો સ્નાન કરે છે અને ભગવાન સૂર્યની પૂજા કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવામાં આવે છે. તેને પ્રસાદ તરીકે પણ લેવામાં આવે છે. ખીચડીને સૌથી શુદ્ધ ખોરાક પણ માનવામાં આવે છે. તેમાં ચોખા, દાળ અને વિવિધ શાકભાજીનું મિશ્રણ હોય છે.
જાણો કે ખીચડી આ દિવસે કેમ બનાવવામાં આવે છે
મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાની પરંપરા વર્ષોથી ચાલે છે. એવું કહેવામાં આવે છે કે ખિલજીના આક્રમણ વખતે, નાથ યોગીઓ પાસે ખાવા માટે કંઈ નહોતું. ત્યારે બાબા ગોરખનાથે દાળ, ભાત અને લીલા શાકભાજી એક સાથે રાંધવાની સલાહ આપી. ત્યારથી આજ દિવસે ખીચડી ખાવાનો અને બનાવવાનો રિવાજ થયો છે. ખીચડી પણ પૌષ્ટિક આહાર તરીકે સ્વીકૃત છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડીનો ભોગ ચડાવવામાં આવે છે. આ દિવસે બાબા ગોરખનાથ મંદિરમાં ખીચડી પણ ચઢાવવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર હોય છે પુણ્ય કાળનું મહત્વ વિશેષ
પુણ્યકાળનું મકરસંક્રાંતિ પર વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે પુણ્યકાળ દરમિયાન પૂજા અને દાન વગેરે કરવાથી તમને મકરસંક્રાંતિનો પૂરો લાભ મળે છે. મકરસંક્રાંતિના દિવસે સવારે 8.20 વાગ્યે સૂર્ય ભગવાન ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ મુજબ મકરસંક્રાંતિનો શુભ સમય સૂર્યાસ્ત સુધી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઓહ..: આ કારણે બોલર શાર્દુલની મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે થઇ રહી છે સરખામણી
January 24, 2021 05:28 PMઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech