BREAKING NEWS

ડિજિટલ ડિટોક્સ એટલે શું? જાણો કેવી રીતે તમારા સ્વાસ્થ્ય પર કરે છે જાદુઈ અસર

  • June 10, 2026 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધુનિક સમય માં સ્માર્ટફોનના ઉપયોગના કલાકોનું પ્રમાણ સામાન્ય જન જીવન સતત વધી રહ્યું છે,જે જીવનમાં નકારાત્મક અસર કરી રહ્યું છે.અપનાવો મહિનો ડિજિટલ ડીટોક્ષ અને મેળવો તેની સકારાત્મક અસરો 
શું છે ડીઝીટલ ડીટોક્ષ

ડીઝીટલ ડીટોક્ષએ સમયાંતરે લેવામાં આવતો ડીઝીટલ સંસાધનની સંપર્ક થી દુરી બનાવી એટલે કે  ઉપયોગ ન કરી ,લેવામાં આવતો આવતો વિરામ છે. ટુકમાં કહીએ તો,  સમયાન્તરે સ્માર્ટ ગેઝેટનો ઉપયોગ ન કરવો.આ સમયગાળો અઠવાડિયા થી લઇ ને મહિના સુધીનો હોય શકે છે અને તેથી પણ વધારે કરી શકાય છે.


મગજ પેહલા કરતા વધુ એકાગ્ર અને શાંત રહેશે


સતત સ્માર્ટફોનના ઉપયોગના કારણે મગજને કૃત્રિમ આનંદ મેળવવાની ટેવ પાડી જાય છે.જેના કારણે વાસ્તવિક જીવનની બાબતોને મગજને સમજતા વાર લાગે છે અથવા તણાવ અનુભવે છે,જેના લીધે તેની કાર્યક્ષમતા નકારાત્મક અસર થાય છે,મગજના તંતુઓ અને રેડીયેશનના કારણે નુકશાન થવાના કારણે નિર્ણય ક્ષમતામાં પર અસર કરે છે.પરતું જો સમયાંતરે ડીઝીટલ ડીટોક્ષના કારણે ફરી થી નવી તાજગી સાથે મગજની કાર્ય ક્ષમતામાં વધારો કરી શકાય છે.


નવરાશના સમયે ફોન જોવાની આદત છૂટી જશે


મલ્ટી મિડિયાનના જમાનામાં મગજ સતત મનોરંજન મેળવવા ટેવાયેલું રહે છે ,જેવું કામમાં માંથી નવરાશ અનુભવે કે તરત જ મોબાઈલ હાથમાં લઇને બિન જરૂરી વિડીઓ અને શોટ્સ જોવામાં પરોવાઈ જાય છે,જે ફક્ત સમયનો વ્યય છે,આ ઉપરાંત કામ કરતા હોય ત્યારે પણ મગજ તેના વિચારો કાર્ય રાખે છે.ડીઝીટલ ડીટોક્ષના કારણે આ ટેવ છૂટી જાય છે.
ઊંધની ગુણવતામાં સુધારો 


મગજની  એકાગ્રતા દિવસ દરમિયાન દરેક કામ અને વર્તમાનમાં હોવાને લીધે ઊંઘની ગુણવતામાં પણ વધારો થાય છે.અને મનની ચંચળતામાં સ્થિરતા આવવાના કારણે ઓછા આરામમાં પણ તાજગી અનુભવી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application