એક સમયે એવું શું થયું હતું કે આમીર ખાનને માધુરી દિક્ષિત હોકી સ્ટીકથી મારવા દોડી હતી

  • May 16, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. તે શાનદાર ફિલ્મો અને ઉત્તમ અભિનય માટે જાણીતો છે. તે બોલિવૂડનો મોટો સુપરસ્ટાર છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. જો કે આ બધાની સાથે આમિર તેની ફની સ્ટાઇલ માટે પણ જાણીતો છે. શૂટિંગ દરમિયાન તેની મજાકની ઘણી વાતો લોકપ્રિય છે.


એવું કહેવાય છે કે તે ફિલ્મના સેટ પર તેના કો-સ્ટાર્સ સાથે ઘણી પ્રેંક કરતો હતો. તે લોકોને એવું કહેતો કે તેને હાથ વાંચતા આવડે છે અને તે હાથ વાંચીને તેમના વિશે કહી શકે છે. જ્યારે પણ સામેનો વ્યક્તિ તેની તરફ હાથ લંબાવતો ત્યારે આમિર તેના હાથ પર થૂંકતો અને ભાગી જતો. કહેવાય છે કે એક વખત આમિરે જૂહી ચાવલા સાથે શૂટિંગ દરમિયાન આવું જ કર્યું હતું. જુહી તેના આ વર્તનથી ગુસ્સે થઇ હતી. એવું પણ કહેવાય છે કે જુહી બીજા દિવસે શૂટ પર પણ ન આવી અને તે લાંબા સમય સુધી ગુસ્સામાં રહી હતી.


આમિરે એકવાર માધુરી દીક્ષિત સાથે પણ આવું જ કર્યું હતું. આમિરે તેને પણ એવુ કહ્યું હતું કે તેને હાથ વાંચતા આવડે છે અને માધુરીએ હાથ લંબાવતા જ આમીર તેના હાથ પર થૂંક્યો અને ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ માધુરી તેને મારવા માટે તેના હાથમાં હોકી સ્ટીક લઈને તેની પાછળ દોડી.


જો કે આમિર ખાનના ફિલ્મોની વાત કરીએ તો તે 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ ફિલ્મી પડદાથી દૂર રહ્યો છે. જો કે આ વર્ષે તે કમબેક કરવા માટે તૈયાર છે. તે 'તારે જમીન પર' નામની ફિલ્મ લઈને આવી રહ્યો છે, જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તે 'લાહોર 1947' નામની ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે, જેમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા લીડ રોલમાં જોવા મળશે. આમિર તેમાં કેમિયો રોલમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application