૧૫૦ પ્રયોગો, ૯ વાર સ્પેસવોક... સુનિતા વિલિયમ્સે ૯ મહિનામાં અવકાશમાં શું કર્યું?

  • March 19, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ આજે સવારે ૩.૨૭ વાગ્યે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફર્યા. તેમની સાથે નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ હતા. તે ચારેય અમેરિકાના ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરી ગયા. ત્યાંથી નાસા અને સ્પેસએક્સની ટીમ તેમને બહાર કાઢ્યા. સુનિતા અને બુચ વિલ્મોર લગભગ 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં રહ્યા, તે સમય દરમિયાન તેઓએ ત્યાં શું કર્યું?


150 વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા
સુનિતા વિલિયમ્સે અવકાશમાં લગભગ 150 વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા જે એક રેકોર્ડ બની ગયો છે. જેમાં ઘણા મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. આ સંશોધનોમાં ગુરુત્વાકર્ષણ, બળતણ કોષો, રિએક્ટર, બાયોન્યુટ્રિઅન્ટ્સ પ્રોજેક્ટ, બેક્ટેરિયાનો વૈજ્ઞાનિક ઉપયોગ સામેલ છે.


900 કલાક સંશોધન કર્યું
યુએસ સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરના તેમના 286 દિવસ દરમિયાન 900 કલાક સંશોધન પૂર્ણ કર્યું હતું


9 વાર સ્પેસવોક કર્યું
સુનિતાએ 9 વાર સ્પેસવોક કર્યું.  સ્પેસ સ્ટેશનની બહાર 62 કલાક અને 9 મિનિટ વિતાવી. આટલો સમય વિતાવનાર સુનિતા વિશ્વની પ્રથમ મહિલા બની છે.
 

9 મહિના અવકાશમાં વિતાવ્યા
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 9 મહિનાથી વધુ સમય અવકાશમાં વિતાવ્યો છે જે એક રેકોર્ડ બની ગયો છે. બન્ને  9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે.


17 કલાકની મુસાફરી
ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા, 18 માર્ચે સવારે 8:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ હેચ થયું અને આજે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઊતર્યું.


5 જૂને અવકાશમાં પહોંચ્યા
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મૉર 5 જૂન, 2024 ના રોજ ISS પહોંચ્યા. તેમની મુલાકાત ફક્ત 8 દિવસની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને ત્યાં નવ મહિના રહેવું પડ્યું


16 માર્ચે કેપ્સ્યૂલ આઈએસએસ પર પહોંચ્યું
સ્પેસએક્સનું એક કેપ્સ્યૂલ નવી ક્રૂને લઈને 16 માર્ચે આઈએસએસ પર પહોંચ્યું હતું. સુનીતા અને બૂચ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના હતી, કારણ કે તેનાથી તેમના ઘરે પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો.


4.2 અરબ ડોલરનું સ્ટારલાઈન ઉડાડવાનો રેકોર્ડ
આ મિશન દરમિયાન તેણે બોંઈગ સ્ટાઈલાઈનર ઉડાડવાનું કામ પણ કર્યું, જેને બનાવવામાં તેણે મદદ કરી હતી અને નાસાને તે 4.2 અરબ ડોલરમાં પડ્યું હતું.


18 માર્ચે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ થયું
18 માર્ચના રોજ હેચ ક્લોઝિંગ પછી ભારતીય સમય પ્રમાણે સવારે 10.35 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ થયું હતું. 19 માર્ચે સવારે 2:41 વાગ્યે ડીઓર્બિટ બર્ન એટલે કે, એન્જિનને ફાયર કરવામાં આવ્યું હતું,


19 માર્ચે ધરતી પર સફળ ઉતરાણ
 ડ્રેગન સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી 19 માર્ચે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થતા જ ડોલ્ફીને સ્વાગત કર્યું. સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application