રતન તાતાના અવસાન બાદ તેમના સાવકા ભાઈ નોએલ તાતાને તાતા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોએલ તાતા રતન તાતાનું સ્થાન લેશે. તાતા ટ્રસ્ટના ચેરમેન બન્યા પછી તેમણે તાતા ટ્રસ્ટ અને રતન તાતા વિશે કહ્યું કે તેઓ રતન તાતા અને તાતા જૂથના સ્થાપકોના વારસાને આગળ ધપાવવા ઉત્સુક છે. નોએલ તાતાએ કહ્યું કે તેઓ તેમના સાથી ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી આ જવાબદારીથી ખૂબ જ સન્માનિત અને નમ્રતા અનુભવી રહ્યા છે.
તાતા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત થવા પર નોએલ તાતાએ જણાવ્યું હતું કે એક સદી કરતા પણ વધુ સમય પહેલા સ્થપાયેલ તાતા ટ્રસ્ટ સામાજિક ભલાઈ માટે એક અનોખું માધ્યમ છે. વિકાસ અને પરોપકારી પહેલને આગળ વધારવા અને રાષ્ટ્ર નિર્માણમાં અમારી ભૂમિકા ભજવવા માટે પોતાને ફરીથી સમર્પિત કરી રહ્યા છીએ. આ જવાબદારી માટે હું મારા સાથી ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત અને નમ્રતા અનુભવું છું. રતન તાતા અને તાતા ગ્રૂપના સ્થાપકોના વારસાને આગળ વધારવા માટે ઉત્સુક છું.
ચેરમેનની નિમણૂક અને રતન તાતા પર તાતા ટ્રસ્ટનું નિવેદન
નોએલ તાતાની નિમણૂક બાદ તાતા ટ્રસ્ટોએ પણ તેમનું નિવેદન જાહેર કર્યું હતું. ટ્રસ્ટોએ જણાવ્યું હતું કે તાતા ટ્રસ્ટમાં સમાવિષ્ટ અનેક ટ્રસ્ટોના ટ્રસ્ટીઓની સંયુક્ત બેઠક મુંબઈમાં યોજાઈ હતી. તેઓ તાતા ટ્રસ્ટના ચેરમેન રતન એન. તાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તાતા જૂથ સાથે રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ બેઠકમાં નોએલ તાતાને સર્વાનુમતે તાતા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી હતી.
તાતા ટ્રસ્ટના ચેરમેનનું પદ આટલું ખાસ કેમ?
તાતા ગ્રુપ લગભગ રૂ. 34 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતું જૂથ છે. તેની મોટાભાગની હોલ્ડિંગ કંપનીઓ તાતા સન્સ પાસે છે. જ્યારે તાતા ટ્રસ્ટ તાતા સન્સમાં 66 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ત્યારે એવું કહી શકાય કે તાતા જૂથની માલિકી તાતા ટ્રસ્ટ પાસે છે અને આ હેઠળ તાતા જૂથનું સંચાલન થાય છે. તાતા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ તાતાની નિમણૂકને એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે.
રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા કોણ છે?
નોએલ તાતા રતન તાતાના પિતા નવલ તાતાના તેમની બીજી પત્ની સિમોના દુનોયરના પુત્ર છે. એટલે કે તે રતન તાતાના સાવકા ભાઈ છે. નોએલ તાતા તાતા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ લિમિટેડ, તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન છે. આ સિવાય તેઓ તાતા સ્ટીલ અને ટાઇટન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગંગા સાથે જળસંચય માટે જેતપુર ડાઈંગ એસો.ની બેઠક યોજા
November 23, 2024 02:52 PMરાજકોટમાં રોગચાળો બેકાબૂ: વકીલની ૬ વર્ષની બાળકીનું ઝાડ–ઊલટીથી મોત
November 23, 2024 02:35 PMમનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડી
November 23, 2024 02:33 PMલફરાબાજ: બીજી યુવતીને ઘરે લાવી પ્રેમિકાને કાઢી મુકી, હવે પરત આવી જવા ધમકી આપી
November 23, 2024 02:32 PMરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech