પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર : કહ્યું શક્ય હોય એટલી ઝડપથી મોકલો મદદ

  • April 19, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે કોરોનાના કેસ પણ ખૂબ ઝડપથી વધ્યા છે. ટીએમસી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા યોજાતી વિવિધ રેલીના ભોગ લોકોએ બનવું પડ્યું હોય એ રીતે પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિને જોઈને તમામ ચૂંટણીસભાઓ રદ કરી હતી. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરાના કાળમાં મદદ કરવા માટે અપીલ કરી છે. મળતી વિગત અનુસાર મમતા બેનર્જીએ વડાપ્રધાનને પત્ર લખીને રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન અને દવાઓની માંગણી કરી છે. સીએમ બેનર્જીએ કહ્યું છે કે, જેટલી ઝડપથી શક્ય બને એટલી ઝડપથી મદદ મોકલવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS