એસપી નિતેશ પાંડે અને દ્વારકા પોલીસ પર અભિનંદનો વરસાદ: ૨૦૨૧ની સરખામણીએ ખુનના ગુનામાં ૭૫ ટકા જેટલો ઘટાડો
સન ૨૦૨૧ની સરખામણીમાં ખુનના ગુનામાં ૭૫ ટકા જેટલો ઘટાડો લાવી રાજયકક્ષાએ દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસે અગ્રેસર સ્થાન હાંસલ કર્યુ છે અને દ્વારકા એસપીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
દેવભુમી દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આમ જનતા મુકત રીતે પોતાનુ જીવન જીવી શકે તે માટે સુવ્યવસ્થીત રીતે કરવામાં આવેલ આયોજનના પરિણામ ફળ સ્વરુપ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળતી શરીર સબંધી ઝઘડાની અરજીઓના કામે સમય મર્યાદામાં તાત્કાલીક અટકાયતી પગલાઓ લઇ બનેલ નાના ઝઘડાના પ્રત્યાઘાત સ્સ્વરુપ અન્ય કોઇ અનીચ્છનીય મોટા ખુન કે ખુનની કોશિષ જેવો બનાવ ન બને તે માટે સતત મોનીટરીંગ કરી સમાધાનકારી વલણ અપનાવી અગર તો સામાવાળા વિરુઘ્ધ કડક કાર્યવાહી કરાવી ખુનના ગુનાના પ્રમાણમાં મહતમ ઘટાડો લાવવામાં દેવભુી દ્વારકા પોલીસ સફળ રહી છે.
અત્રેના જિલ્લામાં વર્ષ ૨૦૨૧ના ખુનના કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલ હતા તેની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં ઘટાડો લાવી કુલ ૮ ગુનાઓ નોંધાયેલ જે વર્ષ ૨૦૨૧ કરતા વર્ષ ૨૦૨૨માં ૩૩ ટકાનો ઘટાડો કરેલ જયારે વર્ષ ૨૦૨૩ના વર્ષમાં ફકત ૩ ખુનના ગુનાઓ સુધી લઇ જઇ ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલો ઘટાડો લાવી ખુનના ગુનાઓને અંકુશમાં લેવા મહદઅંશે સફળતા હાંસલ કરેલ છે.
આમ જિલ્લામાં હાલ સુધીના સમયગાળા દરમ્યાન ત્વરીત અટકાયતી પગલા જેવી કાર્યવાહી, સતત પેટ્રોલીંગ, પાસા એકટનો મહતમ ઉપયોગ, ગુજસીટોક એકટ જેવા કાયદાનો ઉપયોગ, હયુમન સોર્સીસથી મોનીટરીંગ, વારંવાર આવા ઝઘડાળુ સ્વભાગ ધરાવતા લોકો ઉપર વોચ, અરજીના સંતોષકારક નિકાલ વિગેરે જેવી મહત્વપુર્ણ બાબતો ઉપર દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પુરતુ ઘ્યાન આપી તેની અસરકારક રીતેની અમલવારી કરાવી વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલા જિલ્લામાં હાલ સુધીમાં સૌથી ઓછા ખુનના ગુનાઓનું પ્રમાણ લાવી રાજય કક્ષાએ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech