હળવદ રેલવે સ્ટેશનમાં દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનને આવકાર

  • September 17, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરીજનો માંટે ખુશખબર! ભુજ અને અમદાવાદ વચ્ચે નવી નમો ભારત રેપિડ ટ્રેન શ કરવામાં આવી છે. આ મેટ્રો ટ્રેન સાહમાં ૬ દિવસ દોડશે, જે ભુજ થી ટ્રેન ન.ં ૯૪૮૦૨ સવારે ૫.૦૫ વાગ્યે ઉપડે છે અને ૧૦.૫૦ વાગ્યે અમદાવાદ પહોંચે છે. યારે અમદાવાદથી ટ્રેન ન.ં ૯૪૮૦૧ સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે અને રાત્રે ૧૧.૩૦ વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદોલીયા અને સાબરમતી સ્ટેશનો પર રોકાશે, જે મુસાફરો માટે ઉત્તમ સવલત હશે.આ ટ્રેનને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં કર કમળો દ્રારા વિડીયો કોન્ફરન્સિંગ નાં માધ્યમ થી વંદે ભારત મેટ્રો ટ્રેન નેં ઝંડી બતાવી સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે હળવદ રેલ્વેસ્ટેશન પર મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ, રમેશભાઈ ભગત,ડો અનીલ પટેલ હળવદ વેપારીમાં મંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, સરકારી એડવોકેટ વિજયભાઈ જાની,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,રેલ્વેસ્ટેશન પર ઉપસ્થિત મહાનુભાવો દ્રારા સ્વાગત અને સ્ટાર્ટ અપાવા આવ્યું હતું આતકે હળવદ શહેર અને તાલુકા નગરજનો અને તાલુકા વાસીઓ  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આતકે જોરવનગર રાસ મંડળી એ રાસ કરીને સૌ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ટ્રેનના પ્રથમ દિવસે મુસાફરી તદ્દન નિશુલ્ક રાખવામાં આવી હતી અને ટ્રેનની અંદરથી કેવી છે તે બ નિહાળવા શહેરીજનો ઉમટી પડા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ રેલવે ડિવિઝન તેમજ હળવદ રેલવે સ્ટાફ દ્રારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application