ખાતરની સબસીડીમાં વધારાને આવકાર

  • May 25, 2021 11:11 AM 

ખંભાળિયાના કાર્યકરોએ કેન્દ્રના નિર્ણયની પ્રશંસા કરી

ભારતીય અર્થતંત્રના પાયામાં મહત્વનું યોગદાન ધરાવતા ધરતીપુત્રોને રાહત આપી, ટેકો મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તેઓને અપાતા રાસાયણિક ખાતરની સબસીડીમાં 140 ટકા જેટલો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ મહત્વના નિર્ણયને ઠેર ઠેર વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે.

ખેડૂતલક્ષી આ નિર્ણયને દેવભૂમિ દ્વારકા જિલ્લા આગેવાનોએ પણ આવકારી, પ્રશંસા વ્યક્ત કરી છે. હાલ વિવિધ પ્રકારનો ભાવ વધારો આવવાથી રાસાયણિક ખાતર મોંઘા થયા છે. જેનો માર ખેડૂતોએ સહન ન કરવો પણ તે માટે સંવેદનશીલ એવી ભાજપ સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વના નિર્ણય લઈ અને તેઓને ખાતરની થેલી 2400 રૂપિયાના બદલે 1200 માં મળે તે અંગે કરવામાં આવેલા આ નિર્ણયને હાલારના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના સભ્યો દિપેશભાઈ ગોકાણી, જગુભાઈ રાયચુરા, જયેશભાઈ ગોકાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, હાર્દિક મોટાણી, વિગેરે દ્વારા આવકારી આ નિર્ણયને પ્રજાલક્ષી ગણાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS