ઉત્તરપ્રદેશમાં લોકડાઊન બાબતે સુપ્રીમ દ્વારા હાઇકોર્ટના આદેશ ઉપર રોક બાદ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરતી યોગી સરકાર

  • April 20, 2021 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના 5 શહેર લખનઉ, વારાણસી, કાનપુરનગર, પ્રયાગરાજ અને ગોરખપુરમાં લોકડાઉન કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટ રોક લગાવી દીધી છે. આ સાથેજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી હાઇકોર્ટે કરે. કારણ કે અમારી પાસે અનેક કેસ પહેલેથી પડ્યા છે.

 

 

અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય સામે યુપી સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. યુપી સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અમે રાજ્યમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે અનેક મહત્વના પગલાં ભર્યા છે પરંતુ લોકડાઊન તેનો ઉકેલ નથી.

 

 

જ્યારે કોરોનાની મહામારી બબાતે અલ્હાબાદ હાઇકોર્ટે યુપીના પાંચ શહેરમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો હતો. કોરોના વધતા જતા કેસના કારણે યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં શનિ-રવિ એમ બે દિવસનો લોકડાઊન જાહેર કર્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS