રાજકોટમાં દર વર્ષે હજારો લગ્ન સમારોહ યોજાય છે, સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરો અને ગામોના રહીશો માટે પણ રાજકોટ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન છે. દરમિયાન ચાલુ વર્ષ–૨૦૨૩–૨૦૨૪ અંતર્ગત તા.૧–૪–૨૦૨૩થી આજે તા.૨૮–૩–૨૦૨૪ સુધીમાં રાજકોટ શહેરમાં ૭૬૪૧ લ સમારોહ યોજાયાનું અને મહાનગરપાલિકામાં તેનું રજિસ્ટ્રેશન થયાનું જાણવા મળે છે, રજિસ્ટ્રેશન ફી પેટે .૪,૦૯,૬૮૫ની આવક થઇ હતી. અલબત્ત લ સમારોહ તો આથી પણ વધુ યોજાયા હોઇ શકે પરંતુ આટલા લગ્નોનું રજિસ્ટ્રેશન થયું છે.
વિશેષમાં મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેર વિસ્તારની હદમાં આવતા સ્થળે યોજાયેલા લગ્નોત્સવનું જ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં રજિસ્ટ્રેશન થાય છે. શહેરની ભાગોળે વિસ્તાર હેઠળની હોટેલ, મોટેલ, રિસોર્ટ કે પછી પાર્ટી પ્લોટસમાં યોજાતા લગ્નોનું સંબંધિત ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રી સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. મેરેજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ છે, નિયત અરજી ફોર્મ સાથે નિયમાનુસારના ડોકયુમેન્ટસ રજૂ કરવાના રહે છે જેની ખરાઇ–ચકાસણી કર્યા બાદ બધા દસ્તાવેજો યોગ્ય જણાયે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. અરજી કોઇ પણ વ્યકિત જાતે કરી શકે તેટલી સરળ છે, આ માટે નવદંપતિએ કચેરીમાં બ જવાની પણ જર રહેતી નથી
લગ્ન બાદ તુરત જ નોંધણી કરાવી જોઇએ પરંતુ લોકો જાગૃત નથી
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે નિયમાનુસાર મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ લોકોમાં હજુ આ મામલે જાગૃતિનો અભાવ છે. લગ્ન બાદ તુરત જ મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવું જોઇએ પરંતુ અનેક લોકો રજિસ્ટ્રેશન કરાવતા નથી તો એક વિશાળ વર્ગ એવો છે કે જેમને પાસપોર્ટ, વિઝા કે અન્ય સરકારી કામે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરિયાત ઉપસ્થિત થાય ત્યારે આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech