આજે સમાજમાં લગ્ન પાછળ લખલૂટ ખર્ચા તથા દેખાડા થઈ રહ્યાં છે, લગ્નમાં કેવું ડેકોરેશન અને જમવાની ડીસ રાખવી તેની ચર્ચામાં પરિવાર વિચારતું હોય છે, તેવા સમયે પોતાના આંગણે થનાર લગ્નથી સમાજ સેવાનું કાર્ય કેવી રીતે કરવું તે અંગે કોઈ પરિવાર એક સાથે બેસીને વિચારતો હોય તેવું આજના સમયે સ્વપ્નમાં પણ આવે તેમ નથી. પરંતુ આ સ્વપ્નને સાકાર કર્યું છે જામજોધપુરના જીજ્ઞેશકુમાર રજનીકાંત ચોટાઈ પરિવારે.
સ્વ. હિનાબેન ચોટાઈના સંસ્કારો અને જીજ્ઞેશકુમાર ચોટાઈની સમાજભાવનાને પરિણામે તેમના દિકરા ચિ. રાજમાં પણ શૈક્ષણિક સેવાકાર્યની લાગણી પ્રબળ બની રહી છે અને ચિ. ચાર્મીના ભક્તિભાવનો ઉમેરો થતા આ પરિવાર દ્વારા ચિ. રાજ અને ચિ. ચાર્મીના લગ્ન પ્રસંગે જે પણ ચાંલ્લાની રકમ આવશે તેને સમાજસેવાના કાર્ય હેતુ આપવાની જાહેરાત કરી.
ચોટાઈ પરિવારનું માનવું છે કે વર્તમાન સમયે સમાજને સૌથી વધુ જરુરીયાત શિક્ષણની છે, તેથી આ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની યાદી તરફ તેઓએ નજર દોડાવતા તેઓ પરઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ - ગાંધીનગરથની પ્રવૃત્તિઓથી તેમાંય સમાજના દિકરા-દિકરીઓને માટે કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોથી તેઓ પ્રભાવિત થયા અને આ સંસ્થા સમાજના શૈક્ષણિક જરૂરીયાત બાળકો માટે એક શૈક્ષણિક ભવન ઉભું કરવા વિચારાધીન હોવાથી તે કાર્યમાં ઝડપભેર આગળ વધી શકાય તેવા ઉમદા હેતુથી ચિ.રાજ અને ચિ. ચાર્મીના લગ્નના ચાંલ્લાની રકમમાં પોતાના રૂપિયા ઉમેરીને ૧,૨૧,૦૦૦ સંસ્થાને યોગદાન આપેલ છે.
યોગદાન થકી સમગ્ર સમાજમાં કે પ્રશંસનીય અને ઉમદા કાર્ય કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્નાભાઈના હુલામણા નામથી જાણીતા જીજ્ઞેશકુમાર ચોટાઈ (રાજ ટ્રેડર્સ - જામજોધપુર, વનરાજ ટ્રેડર્સ ઉપલેટા) દ્વારા અવાર-નવાર સમાજસેવાના કાર્યો કરવામાં આવતા હોય છે. તેમના આંગણેથી કોઈ નિરાશ ક્યારેય નથી આવ્યું તેવા સમયે રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગરથની જરૂરીયાત પારખીને તેઓના પરિવાર દ્વારા આ પ્રશંસનીય કાર્ય સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બનશે.
આ પરિવાર દ્વારા આ સુંદર જાહેરાત કરતાં ચિ. રાજ તેમજ ચિ. ચાર્મીના લગ્ન પ્રસંગે તા. ૨૩-૦૨-૨૦૨૫ના રોજ રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ - ગાંધીનગરથના ટ્રસ્ટીઓ દિલીપભાઈ, પિન્ટુભાઈએ પ્રસંગમાં રૂબરૂ હાજરી આપી જીજ્ઞેશકુમાર ચોટાઈને મોમેન્ટો અર્પણ કરી બિરદાવેલ તેમજ ચિ. રાજ અને ચિ. ચાર્મીને આશીર્વાદ પાઠવેલ.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પરઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ -ગાંધીનગરથ સમાજના છેવાડાના માનવીઓના હિત માટે કાર્ય કરતી સંસ્થા છે. ખાસ કરીને સમાજના પ્રત્યેક ઘરમાં શિક્ષણ પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ સંસ્થા જીજ્ઞેશકુમાર ચોટાઈ પરિવાર જેવા સમાજશ્રેષ્ઠીઓના અનુદાન થકી આગળ વધી રહી છે.