ગાઝામાં ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં જ ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે નેટફ્લિક્સ વેબ સિરીઝ 'ફૌદા'ના એક્ટર અને સિંગર ઇદાન અમેદી ગંભીર રીતે ઘાયલ થયો છે. આતંકવાદીઓ સામે લડી રહેલા અભિનેતાને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
ગાઝામાં ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે.હાલમાં આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે.નેટફ્લિક્સ વેબ સિરીઝ ફૌદાના અભિનેતા અને સિંગર ઈદાન અમેદી સાથે એક અકસ્માત થયો છે. યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ પણ થયો છે.
અભિનેતા ઈદાન અમેદી ગાઝા પટ્ટીના ખાન યૂનિસમાં હમાસ આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલ સેનાના સેનિકના રુપમાં લડાઈ લડી રહ્યા હતા. આ વચ્ચે સોમવારના રોજ તેમને ગંભીર રીતે ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત અભિનેતાને હાલમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.અભિનેતા ઈદાન અમેદીની ઈજાના સમાચારની તેના પિતાએ પુષ્ટિ કરી છે. આ સિવાય તેના પિતરાઈ ભાઈએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, તેણે લોકોને અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
હવે આ પોસ્ટ પર અભિનેતાના ચાહકો તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ઈદાન અમેદીના ફેન ફોલોઈંગની વાત કરીએ તો તે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી લગાવી શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 271 હજાર લોકો ફોલો કરે છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ રહે છે.
આતંકવાદીઓ સામે લડી રહેલા અભિનેતાને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech