શેઠ વડાળામાં પિતા-પુત્ર પર હથિયારોથી હુમલો

  • June 29, 2021 11:04 AM 

કાંટાની વાડ સરખી કરવા બાબતે ત્રણ શખ્સો વિફર્યા

જામજોધપુરના મેઘપર આંબરડીમાં રહેતા યુવાન તથા તેના પિતાને હથિયારો વડે માર મારીને ઈજા કર્યાની તેમજ ધમકી આપ્યાની ધાફાના બે સહિત ત્રણ સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામમાં રહેતા માંડાભાઈ અરજણભાઈ છેલાણા ઉંમર 28 દ્વારા ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહ ઉર્ફે કાનભા ધમભા જાડેજા, હરપાલ સિંહ દિલીપસિંહ રહે બંને ધ્રાફા તથા અજાણ્યા ઈસમ વિરુદ્ધ જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ 28ના રોજ આરોપીએ ફરિયાદી તથા તેના પિતાને વાડામાં કાંટાની વાળ સરખી કરવા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ધોકા, ધારીર્યું, તલવાર, છરી વડે માર માર્યો હતો જેમાં ફરિયાદીને માથામાં અને હાથની આંગળીમાં ઈજા થઈ હતી જ્યારે ફરિયાદીના પિતાને કપાળના ભાગે ઈજા પહોંચી હતી.

હુમલો કરી તેમજ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી જે ફરિયાદના આધારે પીએસઆઇ કેવી ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS