વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં, જેમાં કલમ 370 દૂર કરવા, આર્થિક પગલાં અને ઉચ્ચ મતદાન સાથેની ચૂંટણીઓ શામેલ છે એ વિશે વાત કરતાની સાથે તેમણે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં ડોલરના ઉપયોગ અંગે બ્રિક્સ દેશોના મંતવ્યોની પણ ચર્ચા કરી.લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે 'વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા' વિષય પર વાત કરતી વખતે તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત પાસેથી જે ભાગ ચોરી લીધો છે તે હવે પરત આવવાની રાહ જોઈ રહ્યું છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ જશે. નોંધનીય છે કે દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ સૌપ્રથમ લંડન પહોંચ્યા, જ્યાં તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને વિદેશ પ્રધાન ડેવિડ લેમીને મળ્યા.
આ ત્રણ પગલામાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ
લંડનમાં ચર્ચા દરમિયાન, એક વ્યક્તિએ એસ જયશંકરને કાશ્મીરના ઉકેલ અંગે એક પ્રશ્ન પૂછ્યો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું, 'કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ, કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું.વિદેશ મંત્રીએ આગળ કહ્યું, 'મને લાગે છે કે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની પરત ફરવાનો છે જે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે ચોરી લેવામાં આવ્યો છે. જ્યારે આવું થશે, ત્યારે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.
અમેરિકાની નીતિની હકારત્મક ટીપ્પણી
અમેરિકાની નીતિ વિશે વાત કરતા એસ જયશંકરે કહ્યું, 'રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું યુએસ વહીવટ બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતના હિત માટે સારું છે.' બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારની જરૂરિયાત પર સંમત થયા છે.અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ જોડાણનો ઉલ્લેખ કરતા એસ જયશંકરે કહ્યું, 'રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દ્રષ્ટિકોણથી, અમારી પાસે એક મોટું સંયુક્ત સાહસ, ક્વાડ છે, જે એક એવી સમજણ વિકસાવે છે જ્યાં દરેક વ્યક્તિ પોતાનો વાજબી હિસ્સો આપે છે.'
ખાલિસ્તાની સમર્થકોનો હંગામો, ત્રિરંગો ફાડી નાખ્યો
વિદેશ મંત્રી એસ.જયશંકર લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની કાર તરફ આગળ વધ્યા હતા ત્યારે ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની વિરોધીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. એટલું જ નહી, એક ખાલિસ્તાની પ્રદર્શનકારી દોડી આવ્યો અને તેની કારનો રસ્તો રોકી દીધો. આ દરમિયાન એક ખાલિસ્તાની પ્રદર્શનકારીએ ત્રિરંગો ફાડી નાખ્યો. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને ત્યાંથી દૂર ખસેડ્યો.
ટેરિફ મુદ્દે જયશંકરની ટીપ્પણી
જયશંકરે કહ્યું કે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ હાલમાં વોશિંગ્ટનમાં છે, જ્યાં તેઓ દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરી શકે છે.અમે ટેરિફ પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારની જરૂરિયાત પર સંમત થયા છે. તે જ સમયે, જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું કે અમે એવા થોડા દેશોમાં સામેલ છીએ જે રશિયા અને યુક્રેન બંને સાથે અનેક સ્તરે સતત વાત કરી રહ્યા છે. જ્યારે પણ એવું લાગશે કે ભારત આ દિશામાં કંઈક કરી શકે છે, ત્યારે આપણે આગળ વધીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech