બિહારના પટનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલ રાત્રે આરોપીએ એક ખેડૂત અને એક ભેંસને ગોળી મારી હતી, જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, અહીંની પોલીસ ભેંસનું પણ પોસ્ટમોર્ટમ કરશે.
શું છે સમગ્ર મામલો?
પટનામાં કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે ભેંસનું મૃત્યુ થયા બાદ પોલીસ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ રાત્રે આરોપીએ ભેંસ સાથે ભેંસ ચરાવી પરત ફરી રહેલા ખેડૂતની ગોળી મારી હત્યા કરી હતી.
પટનાના ધનરુઆ પોલીસના જણાવ્યું કે આરોપીએ કરેલા ગોળીબારમાં એક ભેંસનું પણ મોત થયું હતું. ગઈકાલ રાત્રે મુન્ના કુમાર અને નવલ કુમાર બન્ને ભાઈઓ પટનાથી 40 કિલોમીટર દૂર ધનરુઆના નાદવાન સોનમાઈ ગામમાં ભેંસ ચરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચાર આરોપીઓ બાઈક પર આવ્યા અને ત્યાં પહોંચતાની સાથે જ આરોપીએ નવલ પ્રસાદને માર માર્યો હતો. ત્યારબાદ આરોપીએ નવલ પ્રસાદને ગોળી મારી દીધી હતી. બીજી તરફ એક આરોપીએ મુન્ના પ્રસાદ પર ગોળીબાર કર્યો હતો. જેમાં મુન્ના પ્રસાદ નાસી છૂટ્યો હતો અને મુન્ના પ્રસાદની ભેંસને ગોળી વાગી હતી.
આ ઘટનામાં મુન્ના પ્રસાદની ભેંસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ફાયરિંગનો અવાજ સાંભળતા જ ગામના લોકો આવી પહોંચ્યા અને આરોપીઓનો પીછો કર્યો હતો. ગ્રામજનોને આવતાં જોઈને આરોપીઓ બાઈક પર ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી નીચે પડી ગયા અને પછી બાઈક સ્થળ પર જ છોડીને ભાગી ગયા હતા.
પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સબ ડિવિઝનલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. જ્યારે ભેંસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પશુ ચિકિત્સા કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આજરોજ ભેંસનું પોસ્ટમોર્ટમ કરાવામાં આવશે છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં સનસનાટીનો માહોલ છવાય ગયો છે. આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech