તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને તાતા એરક્રાટ કોમ્પ્લેકસના ઉદ્દઘાટન સમયે કયુ સંબોધન, કહ્યું આ માત્ર તાતા જૂથ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ એક ઐતિહાસિક ક્ષણ
તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ગઈકાલે જણાવ્યું હતું કે એરબસ સાથે ભાગીદારીમાં બનેલ તાતા એરક્રાટ કોમ્પ્લેકસ આગામી બે વર્ષમાં તેનું પ્રથમ સી–૨૯૫ એરક્રાટ પહોંચાડવાનું લય ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝે દેશના પ્રથમ ખાનગી લશ્કરી પરિવહન એરક્રાટ ઉત્પાદન પ્લાન્ટનું ઉધ્ઘાટન કયુ. તાતા સન્સના ચેરમેને ગુજરાતના વડોદરામાં સી૨૯૫ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાટના ઉત્પાદન માટે તાતા એરક્રાટ કોમ્પ્લેકસના ઉધ્ઘાટન સમયે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવેથી બરાબર બે વર્ષ પછી અમે પ્રથમ સ્વદેશી નિર્મિત સી–૨૯૫ એરક્રાટની ડિલિવરી કરીશું.
ચંદ્રશેખરને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. અમે આગામી બે વર્ષમાં પ્રથમ એરક્રાટની ડિલિવરી કરીશું. આ પ્રોજેકટ ભારતને અધતન ઉત્પાદનની આગામી પેઢીમાં આગળ ધપાવશે. તે વૈવિધ્યસભર અને અત્યાધુનિક હશે. તે એક કૌશલ્ય ઇકોસિસ્ટમ બનાવશે સાથે સાથે ખૂબ જ મજબૂત સપ્લાય બેઝ અને વધુ મહત્ત્વની વાત એ છે કે, તે ઉધોગસાહસિકો અને યુવાનો માટે ઘણી હાઇ–ટેક તકો પ્રદાન કરશે.
આ સુવિધા ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓમાં આગળનું એક મહત્વપૂર્ણ પગલું છે અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલનું ઉદાહરણ આપે છે, જે દેશને એરોસ્પેસ ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવવા માટે નવી પ્રેરણા પૂરી પાડે છે. ચંદ્રશેખરન એક દાયકા પહેલા ૨૦૧૨ માં પ્રોજેકટની કલ્પના કરવા માટે રતન તાતાના દૂરંદેશી નેતૃત્વને શ્રેય આપે છે. તેણે કહ્યું, આ પ્રોજેકટની કલ્પના એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલા તાતા સન્સના તત્કાલીન ચેરમેન રતન તાતાજી દ્રારા કરવામાં આવી હતી, જેમણે એરબસ સાથે મળીને સમગ્ર ખ્યાલનું નેતૃત્વ કયુ હતું. સંબંધો બાંધવા અને એરબસ સાથે ભાગીદારી બનાવવા અને આ તકનો પાયો નાખ્યો. તેથી હત્પં તેમને આ અગ્રણી પહેલમાં તેમના દૂરંદેશી નેતૃત્વ માટે યાદ કરવા માંગુ છું. આ માત્ર તાતા જૂથ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ એક ઐતિહાસિક ક્ષણ છે.
ચંદ્રશેખરને કહ્યું કે તાતા ગ્રુપના પ્રથમ ૨૦૦ એન્જિનિયરો પહેલાથી જ સ્પેનમાં જરી તાલીમ લઈ રહ્યા છે. અમે ૪૦ એસએમઈ કંપનીઓ સાથે કામ કયુ છે અને ઉત્પાદન માટે જરી સંપૂર્ણ સ્થાનિકીકરણ બનાવવા માટે વધુ કંપનીઓ ઉમેરીશું.
પીએમ મોદીએ કહ્યું, તાજેતરમાં અમે દેશના મહાન સપૂત રતન તાતાજીને ગુમાવ્યા છે. જો તેઓ આજે આપણી વચ્ચે હોત, તો તેઓ ખુશ હોત, પરંતુ તેમનો આત્મા યાં હોય ત્યાં તેઓ ખુશ હશે. આ સી–૨૯૫ વિમાનની ફેકટરી છે. નવા ભારતની નવી વર્ક કલ્ચરને પ્રતિબિંબિત કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડ: રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો, શક્તિસિંહનો ગંભીર આરોપ
December 03, 2024 08:07 PMહિન્દુ સેનાએ ASIને જામા મસ્જિદનો સરવે કરવા પત્ર લખ્યો, સીડીઓમાં મૂર્તિઓના અવશેષ હોવાનો દાવો કર્યો
December 03, 2024 05:58 PMશું છે મારબર્ગ વાયરસ? જાણો તેના લક્ષણો,ભારતમાં કેટલો ખતરનાક?
December 03, 2024 05:41 PMઅત્યાર સુધી સાંભળ્યું છે કે કાયદાની નજરમાં બધા સમાન છે, પરંતુ હકીકત કયક અલગ છેઃ પીએમ મોદી
December 03, 2024 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech