ટી- 20 વર્લ્ડ કપ 2024 પછી આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાન ટુનર્મિેન્ટની યજમાની કરશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્થળ બદલવાની માંગ કરી છે. બોર્ડે ટુનર્મિેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવા પણ વિનંતી કરી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનને બદલે અન્ય દેશમાં રમશે. હવે ભારતીય ટીમને પાકિસ્તાન તરફથી ધમકી આપવામાં આવી રહી છે કે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત દ્વારા આયોજિત થનારા ટી- 20 વર્લ્ડ કપ 2026નો બહિષ્કાર કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન 2026માં ભારતનો પ્રવાસ નહીં કરે. આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સ 19-22 જુલાઈ વચ્ચે કોલંબોમાં યોજાશે. આ સમય દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલની કોઈપણ યોજનાનો વિરોધ કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હોવાના અહેવાલો વચ્ચે, જીઓ ન્યૂઝ ઉર્દૂએ અહેવાલ આપ્યો છે કે જો ભારત આવતા વર્ષે પાકિસ્તાનની યાત્રા નહીં કરે તો પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપ્નો બહિષ્કાર કરવાની ધમકી આપી છે, જેનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. રવિવાર (14 જુલાઈ)ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો પાકિસ્તાનમાં યોજવાના તેના વલણથી પીછેહઠ કરશે નહીં અને આવતા અઠવાડિયે બોર્ડ શ્રીલંકામાં આઈસીસીની બેઠક દરમિયાન પણ આ જ વલણ અપ્નાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech