'અમે શ્રી રામની ગરિમા અને સીમાઓનું રક્ષણ બંને જાણીએ છીએ': PM મોદી

  • October 24, 2023 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિજયાદશમીએ અસત્ય પર સત્યનો વિજયનો તહેવાર છે. દેશભરમાં આનંદનો માહોલ છે. દરેક શહેરમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ત્યારે દિલ્હીમાં વિવિધ સ્થળોએ રાવણ દહન થાય છે. PM મોદી દ્વારકાના રામલીલા મેદાનમાં રાવણનું દહન કરશે. આ દરમિયાન લાલ કિલ્લાના મેદાનમાં આયોજિત લવકુશ રામલીલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાવણનું દહન કરશે. તે પહેલા પ્રધાનમંત્રીએ તેના સંબોધનમાં જણાવ્યું હતુ કે, અમારી શક્તિ પૂજા સમગ્ર વિશ્વની સમૃદ્ધિ માટે છે. અમે ગીતાનું જ્ઞાન જાણીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે INS વિક્રાંત અને તેજસનું નિર્માણ કેવી રીતે થયું. અમે ભગવાન શ્રી રામની ગરિમા જાણીએ છીએ અને આપણી સીમાઓની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ.


રાવણ, મેઘનાદ અને કુભકર્ણના પૂતળા તૈયાર છે. માત્ર શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છીએ. આ પછી, અનિષ્ટનું પ્રતીક કરતી ત્રણેય પૂતળાઓ આગમાં આગ લગાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાના રામલીલા મેદાનમાં રાવણનું દહન કરશે. અહીં કુલ ચાર પુતળા બનાવવામાં આવ્યા છે. જેમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળા સિવાય ચોથું પૂતળું એક રાક્ષસનું પણ બનાવવામાં આવ્યું છે.


ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે - PM મોદી
વડાપ્રધાને કહ્યું કે ભારતનું ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. આવા સમયે ભારત માટે સતર્ક રહેવું વધુ જરૂરી છે. પીએમએ માત્રને માત્ર રાવણના પૂતળાનું દહન ન કરવા, પરંતુ દેશની સૌહાર્દને તોડતી દરેક દુષ્ટતાને ખતમ કરવાની અપીલ કરી હતી.


આખી દુનિયા લોકતંત્રની જનનીને જોઈ રહી છે -  PM મોદી
ભારતમાં સારી વસ્તુઓ થઈ રહી છે, આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ, આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, નવી સંસદની ઇમારત બની છે, મહિલા આરક્ષણ બિલ પસાર થઈ ગયું છે. અને આ સમયે આખી દુનિયા લોકશાહીની માતાને જોઈ રહી છે.


રામ મંદિરનું નિર્માણ અમારી જીત છે - PM મોદી
આ દરમિયાન પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે સદીઓની રાહનો અંત આવી રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application