આપણી કિડની સ્વસ્થ રાખવા આપણે જ જાગૃત બનવું પડશે: ડો.જીતેન્દ્ર અમલાણી

  • March 13, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેડિકલ ક્ષેત્રે 13 મી માર્ચના વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, કિડનીની બીમારીનું જો સમયસર નિદાન કરવામાંન આવે તો કિડની ફેલ્યોર થવાથી કુદરતી રીતે કિડની કામ કરવાનું બંધ કરી દેતા અનેક મુશ્કેલીઓનો સામનો દર્દીને કરવો પડે છે જેના વિકલ્પમાં કિડનીને કૃત્રિમ રીતે એટલે કે ડાયાલીસીસ કરાવી કાર્યરત કરવામાં આવે છે. પરંતુ જો કિડની અંગે કેટલીક બાબતેનું જાગૃતતા કેળવી ધ્યાન રાખવામાં આવે તો કિડનીના રોગમાંથી બચી શકાય છે.

રાજકોટના સિનિયર યુરોલોજિસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ યુરોકેર હોસ્પિટલના ડો.જિગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી, ડો.ધૃતિ કલસરિયા (અમલાણી) દ્વારા કિડની ડિસીઝ અંગે જરૂરી સારવાર અને ચોક્કસ નિદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજના વિશ્વ કિડની દિવસ નિમિત્તે ડો.જીતેન્દ્ર અમલાણી અને તેમની ટિમ દ્વારા જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ 10 કરોડથી વધુ લોકો કિડની રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ કિડની રોગના દર્દીઓ છે. અને આમાટેની સારવાર મોટાભાગના લોકોની પહોંચ બહાર છે. એટલા માટે કિડની બચાવવાનો સરળ ઉપાય એક માત્ર જન જાગૃતિ છે. કિડની રોગ થવા પાછળના કેટલાક પ્રાથમિક કારણો આપતા ઉમેર્યું હતું કે, કિડની ફેઈલ થવા પાછળ પથરી, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, પેશાબમાં રસી થવી, સ્થૂળતા સહિતના જવાબદાર કારણો છે. માત્ર મોટી ઉંમરના લોકોને કિડની રોગનો શિકાર નથી બાળકોમાં પણ મોટી સંખ્યામાં કિડનીના રોગ જોવા મળી રહ્યા છે આ માટે ખાસ કરીને જંકફૂડ જવાબદાર છે, કિડની રોગથી બચવા માટે ખોરાકમાં નિમકનું પ્રમાણ ઓછું અને પાણી વધુમાં વધુ પીવું જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુરોકેર હોસ્પિટલ દ્વારા કિડની રોગથી બચવા માટે ની:શુલ્ક નિદાન કેમ્પ સહિતના જન જાગૃતિના કાર્યક્રમ યોજી લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

જંકફડથી બાળકોમાં કિડની રોગની સંખ્યા વધી: ડો.ધૃતિ કલસરિયા (અમલાણી)
સૌરાષ્ટ્ર્ર અને કચ્છના એકમાત્ર પીડીયાટીક યુરોલોજીસ્ટ ડોકટર ધૃતિબેન કલસરિયા અમલાણીનું કહેવું છે કે બાળકોમાં કિડનીના રોગનું મહત્વનું કારણ છે જકં ફડ– ફાસ્ટ ફડ જેનું ચલણ છેલ્લ ા કેટલાક વર્ષેામાં ખૂબ જ વધી ગયું છે. જકં ફડમાં ટ્રાન્સફેટનું પ્રમાણ ઘણું વધારે છે. આ ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને શરીરમાં કેલેરી વધવા લાગે છે અને બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વધે છે જકં ફડને લીધે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે અને બાળકને કબજિયાત અને તેના લીધે પેશાબમાં ઈન્ફેકશનનું પ્રમાણ પણ વધે છે અને જકં ફડને લીધે શરીરમાં સોલ્ટનું પ્રમાણ પણ વધે છે અને તેથી કિડની, લીવર, દય રોગના સંકટો બાળકમાં વધે છે. ડોકટર ધૃતિબેનનું કહેવું છે કે જકં ફડ ખાવાનો શોખ વધારવા પાછળ માતા પિતાની પણ થોડો ફાળો હોય છે. કારણ કે કકયારેક સમયના અભાવે તેઓ બાળકો માટે કાસ્ટ ફડનો ઓર્ડર આપે છે પરંતુ તે ન કરવું જોઈએ. માતા પિતાએ બાળકોને જકં ફડના ગેરફાયદા જણાવવા જોઈએ. તેમને ખાવા માટે પ્રોટીન અને ફાઈબર યુકત ખોરાક આપવો જોઈએ. બાળકો પ્રવૃત્તિઓ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ


કિડની સ્વસ્થ રાખવા માટેના આઠ સુવર્ણ સૂચનો

૧. એકિટવ–ફીટ રહો
નિયમિત કસરત યોગ અને ધ્યાનથી શરીર સ્વસ્થ રહે, શરીરમાં સુગર બ્લડપ્રેશર નિયમિત રહે અને વજન પણ નિયંત્રિત રહે  નિયમિત કસરત, ચાલવાનું, સાઈકલીન અને દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
૨. તમારા બ્લડ સુગરને કાબુમાં રાખો
કિડનીને બચાવવા માટે બ્લડસુગર નિયંત્રિત રાખવું જરી છે. ડાયાબિટીસના દર્દીઓએ કિડનીની તપાસ નિયમિત કરતા રહેવું જોઈએ.
૩. તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત રાખો
સામાન્ય રીતે તંદુરસ્ત વ્યકિતનું બ્લડપ્રેશર નિયમિત રાખવાથી ૧૨૦ ૮૦ મી.મી. મરકયુરી હોય છે. બ્લડ પ્રેશર નિયમિત રાખવાથી કિડનીને બગડતી અટકાવી શકાય છે.
૪. તમારા વજનને નિયંત્રિત આહાર
દરેક વ્યકિતને જકં ફડથી દૂર રહેવું જોઈએ હેલ્ધી ફડનો આગ્રહ રાખવો જોઈએ ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
૫. ખૂબ પાણી પીવો
દિવસમાં ૩થી ૪ લીટર પાણી પ્રવાહી પીવું જોઈએ. આમ કરવાથી કિડનીનો શરીરમાંનો કચરો બહાર કાઢવામાં સરળતા રહે છે અને કિડનીમાં પથરી થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે.
૬. ધુમ્રપાનથી દૂર રહો
ધુમ્રપાનથી કિડનીમાં લોહી પરિભ્રમણમાં મુશ્કેલી થાય છે અને કિડની બગડે છે કિડનીમાં કેન્સરનું પ્રમાણ પણ વધે છે.
૭. ડોકટરની સલાહ વગર દવાઓ લેવી નહીં
ડોકટરની સલાહ–ચિઠ્ઠી વગર દવાઓ ન લેવી જોઈએ.

કયા દર્દીઓમાં વધુ જોખમ
ડાયાબિટીસવાળા દર્દીઓ, બ્લડપ્રેશરવાળા દર્દીઓ, ધુમ્રપાન કરતા લોકો, કુટુંબમાં કોઈને કિડની ફેલ થયેલ હોય તેવા લોકો, વધુ પડતું વજન અને જાડાપણુ, આવા લોકોએ નિયમિતપણે ડોકટર પાસે કિડની તપાસ કરાવવી જોઈએ.

કિડનીનો રોગ તેના મુખ્ય લક્ષણો
કિડનીના રોગોના દર્દીને સામાન્ય રીતે ખબર પડે ત્યારે ૯૦ ટકા કિડની ખરાબ થઈ જાય છે. તેથી કિડનીના રોગના વધુ જોખમ વાળા લોકોએ કિડની અંગેની તપાસ નિયમિત કરાવવી જોઈએ.વારંવાર પેશાબ કરવા જવું પડે, આખં અને મોઢા પર સોજો આવે, પડખામાં દુખાવો થાય, ઐંઘવામાં તકલીફ, માથાનો દુખાવો, હાફ ચડવી, ઉલટી–ઉબકા, શ્ર્વાસમાં તકલીફ, લોહીનું ઐંચું દબાણ, ડાયાબિટીસ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News