થોડા સમય પહેલા જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકી હત્પમલો થયો. આ હત્પમલા બાદ અમેરિકાએ તેના માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું કે તે હત્પમલો કરવા માટે તૈયાર છે. પરંતુ હવે ઈરાને પણ બદલામાં ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે તે યુદ્ધથી ડરતું નથી.ઈરાન તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે યારે અમેરિકી રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે તેઓ તાજેતરના હત્પમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્ર્રપતિ બિડેને કહ્યું હતું કે તેમણે ઈરાન દ્રારા સમર્થિત લડવૈયાઓ સામે જવાબી કાર્યવાહી કરવાની યોજના બનાવી છે.ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાડર્સના વડા મેજર જનરલ હત્પસેન સલમાનીએ બુધવારે શપથ લીધા કે તેમનો દેશ યુદ્ધથી ડરતો નથી. તેઓ તેમની સામેની કોઈપણ ધમકીનો જવાબ આપશે. કમાન્ડરે કહ્યું, 'અમે અમેરિકન અધિકારીઓ તરફથી ઈરાનને નિશાન બનાવતી ઘણી ધમકીઓ સાંભળી છે. પરંતુ અમે તેનાથી ડરતા નથી.
અમેરિકા હત્પમલો કરવા તૈયાર છે.
બેઝ પર થયેલા હત્પમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ અંગે રાષ્ટ્ર્રપતિ બિડેને જાહેરાત કરી હતી કે તેઓ પહેલેથી જ પોતાનું લય પસદં કરી ચૂકયા છે. જોકે, બિડેને હત્પમલાખોરોને સજા આપવાના નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી. પરંતુ કહ્યું કે તે વ્યાપક યુદ્ધ ટાળવા માંગે છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે અમેરિકા બીજું યુદ્ધ કે તણાવમાં વધારો ઇચ્છતું નથી, પરંતુ આ ક્ષેત્રમાં પોતાનો બચાવ કરવા માટે જે પણ કરવાની જર છે તે ચોક્કસપણે કરશે.વ્હાઇટ હાઉસ નેશનલ સિકયુરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચાર સંયોજક હોન કિર્બીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હત્પમલામાં ૩૦થી વધુ અમેરિકી સૈનિકો પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. 'આ સૈનિકો આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મિશનનો ભાગ હતા, જેનો ઉદ્દેશ આઈએસઆઈએસનો સામનો કરવા ભાગીદારો સાથે કામ કરવાનો છે,' તેમણે કહ્યું. સંરક્ષણ વિભાગ હત્પમલા અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. આ મિશન ચાલુ રહેવું જોઈએ અને તે ચાલુ રહેશે.
કિર્બીએ કહ્યું, 'અમે બીજું યુદ્ધ નથી ઈચ્છતા. અમે તણાવ વધારવા માંગતા નથી, પરંતુ અમે ચોક્કસપણે આ ક્ષેત્રમાં પોતાનો બચાવ કરવા, આ મિશન ચાલુ રાખવા અને આ હત્પમલાઓનો યોગ્ય જવાબ આપવા માટે જે પણ કરવાની જર પડશે તે કરીશું.'' તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બિડેન સાથે બે વખત મુલાકાત કરી છે. તેમની રાષ્ટ્ર્રીય સુરક્ષા ટીમ અને વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.બિડેને આ હત્પમલા માટે ઈરાન સમર્થિત મિલિશિયા જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. બિડેને કહ્યું હતું કે અમેરિકા 'અમારી પસંદગીના સમયે અને રીતે આ હત્પમલા માટે જવાબદાર તમામને જવાબદાર ઠેરવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech