સામાજીક અને ધાર્મિક સેવાકાર્યમાં અગ્રેસર રહેતા સાફિર નાસીરભાઈ ભોલગામાડાવાળાને થોડાક દિવસો પહેલા વાના કારણે પગમાં દુ:ખાવો થતા રાજકોટ સારવાર બાદ બે દિવસ પહેલા અચાનક બીપી ઓછું થતાં ફરી રાજકોટની ઓમેગા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર કારગત ન નિવડતા ટુંકી બીમારીથી સાફિરે દુનિયાને અલવિદા કરી દીધી હતી. તેમની નીકળેલી જનાજામાં અબા મુઝમીલબાપુ કાદરી, ઈમરાન બાપુ, કોડીનારવાળા મુસ્તુફાબાપુ, અમીનબાપુ, કોડીનારવાળા રઉફબાપુ નાગાણી, યાસીનબાપુ નાગાણી, વસીમબાપુ કાદરી, કાદરબાપુ નાગાણી, શહેરના નામાંકિત વેપારીઓ ઈરફાનભાઈ જુમાણી, જબ્બારભાઈ બાબુ, રિયાજભાઈ, જાવિદ પટેલ, અકીલ શહેનશાહ,નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પ્લાસ્ટીક એસો.ના ઉપપ્રમુખ ભુપતભાઈ ગજેરા, પત્રકાર સંઘના મંત્રી ભરતભાઈ રાણપરિયા, સમસ્ત મેમણ જમાતના પ્રમુખ હાજીભાઈ શિવાણી, સેક્રેટરી આરીફભાઈ નાથાણી, હનીફભાઈ કોડી, નગર સેવકો રજાકભાઈ હિંગોરા, અનિશભાઈ ચણા, જાફરભાઈ ખાંટ, ઈમરાનમીયા પીરજાદા, હાજાભાઈ ભારાઈ, કે.જી.એન. ગ્રુપના બોદુભાઈ હેરજા, બાદશાહ હાજીભાઈ બગસરાવાળા સહિતના બે હજાર કરતા વધુ લોકો જોડાયા હતા. સાફીર નાસીરભાઈ ભોલગામડાવાળાની જીયારત આજે સવારે ૮.૩૦ થી ૯.૩૦ કલાકે તારવાળી મસ્જીત ઉપલેટા ખાતે રાખવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.