રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ઉનાળાના આરંભે હાલ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી તરબૂચની ધૂમ આવક શરૂ થઇ છે. પ્રતિ મણ દીઠ રૂ.૨૦૦થી ૩૦૦ ના ભાવે વેંચાણ થઇ રહ્યું છે. ઉનાળો શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ વધવા લાગ્યા છે. ખાસ કરીને લીંબુની ડિમાન્ડ વધતા હાલ યાર્ડની હોલસેલ બજારમાં પ્રતિ કિલોનો ભાવ રૂ.૧૫૦એ પહોંચ્યો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પડધરી પંથક, દ્વારકા તેમજ ભાદરકાંઠાના ગામોમાંથી તરબૂચની આવક થતી હોય છે પરંતુ હજુ ત્યાંની આવક શરૂ થઇ નથી પરંતુ હવે ટૂંક સમયમાં શરૂ થશે. હાલ તરબૂચની મોટાંભાગની આવક મહારાષ્ટ્ર તરફથી જ થઇ રહી છે.રાજકોટમાં ફ્રુટની હરાજી યાર્ડમાં થતી નથી તેમ છતાં હાલ તરબુચ, દ્રાક્ષ, કેરી, શેરડી, સાકરટેટી સહિતના ઉનાળુ ફળોની આવકોમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.
બટેટામાં બમ્પર ઉત્પાદન છતાં વેફરની સીઝન શરૂ થતાં ભાવ વધવા લાગ્યા
પાલનપુર ડીસા પંથકમાં આ વર્ષે બટેટાનું ધૂમ ઉત્પાદન થયું છે તેમ છતાં હાલ ઉનાળામાં વેફરની સિઝન શરૂ થતાની સાથે જ બટેટાના ભાવમાં વધારો નોંધાયો છે. ડીસાથી નવા બટેટાની ખરી આવક હોળી-ધુળેટીના તહેવારો બાદ જ શરૂ થશે તેમ રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech