આજી-3 ની પાઇપલાઇનમાં ભંગાણ પડતા જામનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણી નહીં મળે

  • June 25, 2021 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમર્પણ-એ અને ગુલાબનગર બી-ઝોનમાં પાણીથી લોકો વંચીત રહેશે: મોડી રાત્રે કાર્યપાલક ઇજનેર બોખાણીની ટીમે પાઇપલાઇન રીપેર કરી

ચોમાસુ નજીક આવ્યું છે અને જામનગરને પણ હજુ બે માસ ચાલે તેટલો પીવાનો પાણીનો પુરવઠો છે ત્યારે ધ્રોલ નજીક આજી-3થી જામનગર સુધી આવતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આજે જામનગરના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી નહીં મળે, છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મોડી રાત્રે આ પાઇપલાઇન રીપેર થઇ ચુકી છે, મહાપાલીકાની વોટર વર્કસ શાખાની ટીમના સભ્યોએ જહેમત ઉઠાવીને તાત્કાલીક અરસથી આ પાઇપલાઇન રીપેર કરાવી હતી.

આજી-3થી જામનગર ખીજડીયા પ્લાન્ટ સુધી આવતી પાઇપલાઇનમાં ધ્રોલ નજીક તા. 24ના રોજ ભંગાણ પડતા કેટલુક પાણી વેડફાયુ હતું ત્યારબાદ તાબડતોબ આ પાઇપલાઇન રીપેર કરવાની કામગીરી શ કરી હતી, જામનગરથી કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી અને તેની ટીમના સભ્યોએ આ પાઇપલાઇન રીપેર કરવા ટીમો બોલાવી હતી, રાત્રે 9 વાગ્યા આસપાસ આ પાઇપલાઇન રીપેર થઇ ગઇ હતી તેમ મહાપાલીકાના ઇજનેર પી.સી. બોખાણીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું.

જો કે 20 એમએલડી જેટલુ પાણી ઓછુ મળતા આજે શહેરમાં પાણીની આવક ઘટી છે, આવતીકાલથી શેડયુલ પ્રમાણે રેગ્યુલર પાણી મળી રહેશે પરંતુ સમર્પણ ઇએસઆર હેઠળના ઓશવાળ 2,3,4 પટેલ નગરી, કેવલીયાવાડી, શિવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિઘ્ધી પાર્ક, ગોકુલધામ, દવાબજાર, જોઇસર પાર્ક, વાસાવીરા, મયુરવીલા, પંડીત દીન દયાળ આવાસ, ધરારનગર-1ના તમામ વિસ્તારો ઉપરાંત ગુલાબનગર ઇએસઆર ઝોન-બી હેઠળના ભીમવાસ, સ્વામીનારાયણનગર, બારદાનવાલા કોમ્પ્લેક્ષ, રાજપાર્ક, રંગમતી પાર્ક, રવિપાર્ક, હાપા વિસ્તાર, લાલવાડી, માણેકનગર સહિતના તમામ વિસ્તારોમાં આજે પાણી નહી આવે અને આવતીકાલે રાબેતા મુજબ પાણી આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS