આવતીકાલે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણી નહી મળે

  • May 06, 2021 08:49 PM 

સોલેરીયમ ઝોન-એ, બેડી ઝોન, સમર્પણ ઝોન-એ, નવાગામ ઝોન-બી હેઠળના વિસ્તારોમાં પાઇપલાઇન રીપેરીંગના કારણે પાણી પુરવઠો બંધ રહેશે

જામનગરથી ખીજડીયા ફીલ્ટર પ્લાન અને ધુંવાવ વચ્ચેની પાઇપલાઇન લીકેજ થતા સોલેરીયમ ઝોન-એ, બેડી ઝોન, સમર્પણ ઝોન-એ, નવાગામ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં તેમ કોર્પોરેશને જાહેરાત કરી છે.

ખિજડીયા ફીલ્ટર પ્લાન્ટથીં જામનગર સીટીમાં પાણી પુ પાડતી મુખ્ય 1100 એમ.એમ.ડાયાની એમ.એસ.પાઇપ લાઇન ખિજડીયા ફીલ્ટર અને ધુંવાવ ગામની વચ્ચે રાધા સ્વ્ામી સત્સંગ હોલ પાસે લીકેજ થયેલ છે, જેના રીપેરીંગ કામ માટે તા. 7/5/21ના રોજ સોલેરીયમ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો વાલકેશ્ર્વરી નગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરુ કોલોની, હિંમતનગર 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્ર્વરનગર, માતૃઆશિષ, પટેલ કોલોની 1 થી 8, રોડ નં. 4: પટેલવાડી વિગેરે વિસ્તાર.

નવાગામ ઝોનના ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો માટેલ ચોક, રાજ રાજેશ્ર્વરી, જલારામ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશ પાર્ક, ગાયત્રીનગર, જલારામનગર, રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, શિવમ એસ્ટેટ, શાંતીપાર્ક, ગ્રામીણ બેંક રોડ, શકિત પાર્ક, નવજીવન સોસાયટી, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્ર્વર સોસાયટી, નંદનવન સોસા. વિગેરે વિસ્તાર, બેડી ઝોન-એ હેઠળ આવતા જોડીયા ભુંગા, માધાપર ભુંગા, ગરીબનગર, પાણાખણ, દિવેલયાની ચાલી, ચકલી કાંટો, સલીમ બાપુના મદ્રેશાવાળો વિસ્તાર, હાઉસીંગ બોર્ડ, વૈશાલીનગર, માધાપર ભુંગા ઇએસઆર (ઢીચડા ગામ સપ્લાય) વિગેરે, સમર્પણ ઝોન-એ હેઠળ આવતા રેલ્વે અન્ટરબ્રિજ-એ હેઠળ આવતા ઓશવાળ 3,4, તથા તેના આજુબાજુના સંલગ્ન વિસ્તારો, કેવલીયાવાડી તથા તેને સંલગ્ન, વૃંદાવન સોસાય તથા તેને સંલગ્ન વિસ્તારો, અંધાશ્રમ તથા તેને સંલગ્ન વિસ્તારો, વાસા વીરા તથા તેને સંલગ્ન વિસ્તારો, ધરારનગર-1 તથા તેને સંલગ્ન વિસ્તારો, પાણી વિતરણ બંધ રહેવા પામશે અને ત્યારબાદના દિવસે પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લઇ સહકાર આપવા વોટર વર્કસ શાખાના કાયર્પિાલક ઇજનેર પી.સી. બોખાણીની એક યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)