ગોકુલનગર ઝોન-એ અને ઝોન-બીમાં તા.૧૦ અને ૧૧ના રોજ પાણી બંધ રહેશે તેવી કોર્પોરેશનની જાહેરાત: ગૃહીણીઓમાં રોષ
જામનગર મા લાલપુર ચોકડી પાસે ૭૦૦ એમ.એમ.ડાયા ની મુખ્યપાઈપ લાઈન ઓવર બ્રિજ ક્ધસ્ટ્રક્શના કામમાં નડતરરૂપ થતી હોય જેને શીફટીંગ કરવાની તથા તેના જોડાણની આનુસાંગીક કામગીરી કરવાની થતી હોય જેને તાં.૧૦/૩/૨૪ નાં અમુક ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
જામનગરમાં લાલપુર ચોકડી પાસે ઓવર બ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ છે. ત્યાંથી પસાર થતી પાણીની પાઇપ લાઈન શિફટિંગ કરવાની છે. આથી તા.૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો, શીવનગર-૨, શ્યામનગર, નારયણનગર, શ્રૃતિ પાર્ક, મુરલીધરનગર, નવાનગર, કૈલાશનગર, સાંયોનાગલી ડાબી સાઈડ, રાજરાજેશ્વરી, બાલમુકુંદ સોસાયટી, સીતારામ સોસાયટી, સોહમનગર, વિજયનગર, સુભાષનગર, ઓશવાળ સોસાયટી શીતલપાર્ક, મોહનનગર, ખાખીનગર, સિધ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામીનારાયણનગરમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
ઉપરાંત તા.૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગોકુલનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, પ્રજાપતિ સોસાયટી, દલવાડી સોસા., સોમનાથ સોસા., વૃંદાવન૧,૨, રામનગર, અયોધ્યાનગ૨, મારૂતિનગર, સરદારનગર, સરદારપાર્ક, દ્વારકાધીશ સોસાયટી, દ્વારકેશ ૧ થી ૪, માઘવબાગ-૧,૨,૩,૫,૬, મહાલક્ષ્મીપાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડીયારનગર વિગેરે તા. ૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો, ઈવાપાર્ક, રઘુવીરપાર્ક, સુભાષપાર્ક,નિલકંઠ પાર્ક, ન્યુ.નવાનગર, મયુર ટાઉનશીપ, ખોડીયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક, શ્રીજીપાર્ક, મારૂતિનંદન, મારૂતિ રેસીડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલધામ, હરીધામ વિગેરે વિસ્તારો, તા.૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, ખોડિયાર વિલા, ખોડલ ગ્રીન્સ, શીવધારા-૪, જેજે જશોદાનાથ-૧,૨, ક્રિષ્નાપાર્ક, ઓમપાર્ક, શીવધારા-૧,૨, જયોતીપાર્ક-૧,૨, જયહરી પાર્ક વિગેરે વિસ્તારો તા.૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ રવિપાર્ક ઝોન એહેઠળ આવતા વિસ્તારો બાલાજીપાર્ક-૧,૨,૩, ડીફેન્સ કોલોની, આનંદ કોલોની, ચાલી વિસ્તાર, મહાદેવનગર, મયુરનગ૨, ભક્તિનગર,પુરબીયાની વાડી, ભીંડાવાડી, રાધેક્રિષ્ના સોસા., નિલકંઠ પાર્ક, શીવ ટાઉનશીપ, તીરૂપતિ પાર્ક-૨ વિગેરે વિસ્તારમાં પાણી બંધ રહેશે.
તા.૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ રવિપાર્ક ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો કોમલનગર, ઈન્દીરા કોલોની, સિધ્ધાર્થનગર, ખેતીવાડી, મયુરનગ૨, વામ્બે આવાસ, મયુરનગ૨ આવાસ, દેવનગર, રાજીવનગર, બલદેવનગર, વાયુનગર, સેનાનગર, આકાશનગર, મુરલીધરનગર, ઓમ સાંઈરામ પાર્ક, યોગેશ્વર ધામ, જય દ્વારકાધીશ પાર્ક, રવિપાર્ક ટાઉનશીપ, કનૈયા પાર્ક, સ્વામીનારાયણ ધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
તા.૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ બંધ રહેવા પામેલ હોય તેઓને તા.૧૨/૦૩/૨૦૨૪ મંગળવારના રોજ પાણી વિતરણ કરવામાં આવશે અને તા.૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ બંધ રહેવા પામેલ હોય તેઓને તા.૧૩/૦૩/૨૦૨૪ બુધવારના રોજ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે, તેમ જામનગર મહાનગર પાલિકાનાં વોટર વર્કસ શાખા નાં કાર્યપાલક ઇજનેર ની યાદી માં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech