ખંભાળિયા સહિત જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

  • April 28, 2025 11:43 AM 

જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ


દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.


નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ વોટર પ્યુરીફાયર અને વોટર કુલર સિસ્ટમ અર્પણ કરવામાં આવી રહ્યા છે. આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે ખંભાળિયાના ટાઉન હોલ ખાતે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 102 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર એનાયત કરવાનો કાર્યક્રમ અહીંના સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે નોયડાની વિસ્તાર કન્સોલ્સ કંપની દ્વારા તાજેતરમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જામનગર વિસ્તારની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટર સિસ્ટમ, એ.સી. સહિતની જુદી જુદી વિસ્તારો ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે રવિવારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિતના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application