BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રમાં ૧૦ ડેમની જળસપાટી વધી

  • July 10, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં વરસાદ ગાયબ થઇ ગયો છે પરંતુ ગત સાહે વરસેલા વરસાદને કારણે નદી નાળાના વહેણ ચાલું રહેતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં આજી–૧માં ૦.૦૩ ફટ, આજી–૩માં ૦.૨૬ ફટ, ન્યારી–૧માં ૦.૧૬ ફટ, ન્યારી–૨માં ૦.૧૬ ફટ, ઘેલો સોમનાથમાં ૦.૬૨ ફટ અને માલગઢ ડેમમાં ૦.૬૬ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૨૬ ફટ, ડેમી–૧માં ૦.૦૩ ફટ,બ્રાહ્મણીમાં ૦.૧૦ ફટ, મચ્છુ–૩માં ૦.૩૦ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી–૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી.
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્રારા ચોમાસામાં કટોકટીના સમયે તેમજ પૂર વખતે સંપર્ક તૂટે નહીં માટે ડેમ સાઇટ ઉપર આધુનિક વાયરલેસ સેટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application