જામનગર મહાનગરપાલિકા ને મળતા નર્મદા નાં પાણી મા વિક્ષેપ થતાં ગુલાબનગર અને સમર્પણ ઝોન ના કેટલાક વિસ્તાર માં શુક્રવાર તા. ૨૮ નાં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, નર્મદા (એન.સી.૮) ની મશીનરીમાં ફોલ્ટ થવાના કારણે નર્મદાનુ પાણી ઓછુ મળવા થી ગુલાબનગર ઝોન-એ હેઠળ ના અને સમર્પણ ઝોન-બી હેઠળ ના વિસ્તારો મા પાણી પુરવઠો તા.૨૮/૦૯/૨૦૨૪ના રોજ બંધ રહેશે.
ગુલાબનગર ઝોન-એ હેઠળ આવતા ભોંયવાડો, અંબાજી નો ચોક, વાઘેર વાડો, કુંભાર વાડો, પટ્ટણી વાડ, હાજી પીર ની શેરી, હનુમાન મંદિરવાળી શેરી, નદીપા, પઠાણહાળી, મચ્છીપીઠ, ફકીરવાડો,આશાપુરા મંદિર, કોળીવાડ, ખાટકીવાડ, સાયોનાફળી, ચંપાકુંજ, સવાભાઈ ની શેરી તથા ગુલાબનગર, મોહનનગર, સીન્ડીકેટ સોસા., નારાયણ નગર, દયાનંદ સોસાયટી, સિંધી કોલોની, શીવનગર, રામવાડી, વૃદાવનધામ સોસાયટી, રાજમોતી ટાઉનશીપ, સત્યસાંઈનગર, પ્રભાતનગર, યોગેશ્વરનગર, મઘુરમ સોસાયટી, ક્રિષ્ના પાર્ક સોસાયટી, પ્રગતિપાર્ક વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
જ્યારે સમર્પણ ઝોન-બી હેઠળ નાં.વિસ્તારો જેવા કે કામદાર કોલોની, આદર્શ કોલોની, ખોડીયાર કોલોની, બાણુ કવાર્ટર, રાજનગર, નિલકમલ, હિમાલય સોસાયટી, જાગૃતિનગર, સમ્રાટ અશોકનગર, કોળીનો દંગો, દલીતનગર, સોનલનગર, ૧૪૦૪ આવાસ, સરલાબેન ત્રિવેદી ભવન આવાસ, ફુલચંદ તંબોલી આવાસ, ધરારનગર-૧, જુનો હુશેની ચોક વિગેરે મા તાં.૨૮ નાં પાણી વિતરણ થશે નહી.
પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. તેમ કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકા એ એક યાદી મા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech