ભાદર નદી કાંઠે આવેલ જેતપુરના દેરડી ગામમાં ચાર દિવસે પાણી વિતરણ થાય છે અને તે પણ ગામના કુવાનું હોય પીવા લાયક ન હોવાની રજુઆત ગામવાસીઓ દ્રારા સમાચાર માધ્યમો મારફત પ્રશાસનને કરતા પ્રશાસને મુશ્કેલીના નિરાકરણને બદલે રજૂઆતની સજા આપતા હોય તેમ છેલ્લ ા છ દિવસથી પાણી વિતરણ સાવ બધં કરી દીધું.
ભાદર નદી કાંઠે આવેલ દેરડી ગામને અમરનગર જૂથ યોજનામાંથી ભાદર ડેમનું અને ગામમાં આવેલ કુવાનું બંને પાણી એકઠું કરી ગ્રામ પંચાયત દ્રારા ચાર દિવસે અડધો કલાક વિતરણ કરવામાં આવે છે. ગામના કુવાનું પાણી પીવા લાયક ન હોય આ પાણી પીવાથી ગામવાસીઓને પેટનો દુ:ખાવો તેમજ પાણીજન્ય રોગો થાય છે. જેથી ગામવાસીઓ પંચાયત દ્રારા વિતરણ થતું પાણી ઘર વપરાશ માટે અને રસોઈ તેમજ પીવા માટે ગામથી બે કિલોમીટર દૂર આવેલ નર્મદાની પાઇપ લાઇનના એરવાલ્વનું છલીને જતું પાણી ઉપયોગ કરે છે.
જેતપુરથી માત્ર ત્રણ કિમી દૂર અને ભાદર નદી કાંઠે આવેલ ગામને પીવાનું શુદ્ધ પાણી મળતું ન હોવાની ગામવાસીઓએ મીડિયા મારફત પ્રશાસનને રજુઆત કરી હતી. પ્રશાસને આ સાચી રજુઆતનું નિરાકરણ લાવવું જોઈએ તેને બદલે પ્રશાસન દેરડીવાસીઓને મીડિયામાં રજૂઆતની સજા આપતા હોય તેમ મીડિયામાં દેરડીના પાણીનો અહેવાલ રજૂ થયો ત્યારથી પાણી વિતરણ સાવ બધં જ કરી દીધું. એટલે છેલ્લ ા છ દિવસથી ગામવાસીઓ પાણી વગર ટળવાલી રહ્યા છે. જેમાં છેલા બે દિવસથી વરસાદ આવતો હોય થોડું ઘણું વરસાદી પાણી વાસણોમાં ભરીને વાપરવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે
પાણીના નમૂના લેબમાં મોકલ્યા છે, રિપોર્ટ સુધી પાણી બંધ: ટીડીઓ
જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરિયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, ગામની અમરનગર જૂથ યોજનાની પાણીની લાઇન ભાદર નદીમાં પુર આવ્યું તેમાં તણાઈ ગઈ હતી અને હજુ નદીમાં ભરપૂર પાણી હોય તે લાઇન રીપેર થાય કે નવી નખાય તેમ નથી. અને ગામના કુવાના પાણી પીવા લાયક ન હોવાની ગામવાસીઓની ફરીયાદ હોવાથી કુવાના પાણીનું સેમ્પલ લીધેલ છે. તેનો રીપોર્ટ આવ્યો ન હોવાથી પાણી વિતરણ બધં કયુ છે. કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર ટીડીઓએ પાણી વિતરણ બધં કરાવી ગામવાસીઓને દૂષિત પાણીની રજૂઆતની સજા આપી હોય તેવો ઘાટ સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech