રાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ

  • December 11, 2024 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધતા જતાં જળ સંકટ સામે લડવા રાજકોટ જિલ્લો એક થયો છે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવાની દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા છે.


આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ, ઉદ્યોગકારો, સંસ્થાઓ અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. કલેક્ટરશ્રીએ સૌને અપીલ કરી હતી કે, દરેક વ્યક્તિએ પોતાના સ્તરે જળ સંચય માટે પ્રયાસ કરવા જોઈએ. ઘર, ઓફિસ, શાળા, કોલેજ, ઉદ્યોગો અને ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના પગલાં લેવા જોઈએ.


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા તળાવો બનાવવા, જૂના તળાવોને ઊંડા કરવા અને રિચાર્જ બોર વેલ્સ બનાવવા જેવા કામો હાથ ધરવામાં આવશે. આ કામો માટે મનરેગા યોજનાનો પણ ઉપયોગ કરવામાં આવશે.


લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન જનની ભાગીદારીથી જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો સહિત તમામ વર્ગને જોડી સંગઠિત કરી જિલ્લામાં જળસંચય જન ભાગીદારી અભિયાન સાર્થક કરવા કલેકટરશ્રીએ સંસ્થાઓના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. 


ફેક્ટરી, ઘર, બાગ બગીચા, બિલ્ડીંગ, શાળા કોલેજો, ધાર્મિક સ્થળો, જીઆઇડીસી વિસ્તાર સહિત સ્થળો પર જન ભાગીદારીથી જળસંચય કરી રિચાર્જ બોર કરવા, નવા તળાવ વિકસાવવા, જુના તળાવ ઊંડા ઉતારવા વગેરે પર કલેકટરશ્રીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો. આ ઉપરાંત મનરેગા, સિંચાઈ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા  સહિત કચેરીઓને ફાળવેલ લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરાયું હતું.


આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હણેએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જળસંચય જન ભાગીદારી અભિયાનની કામગીરી તેમજ લક્ષ્યાંક બાબતે તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


બેઠકમા વિવિધ સંસ્થાઓ જીઆઇડીસી એસોસિએશન, આર્ટ ઓફ લિવિંગ, બિલ્ડર્સ એસોસિએશન, વિવિધ મંડળીઓ, માર્કેટિંગ યાર્ડ સહિત સંસ્થાઓના અગ્રણીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application