ખાનગીમાં પોર્ન વીડિયો જોવો એ ગુનો ગણી શકાય નહીં: હાઇકોર્ટ

  • September 13, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળ હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી હતી કે ખાનગીમાં પોર્ન વીડિયો જોવો એ અશ્લીલતા હેઠળના ગુનાની શ્રેણીમાં આવતું નથી. અદાલતે એક વ્યકિત વિદ્ધ શ કરાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતા કહ્યું કે તે વ્યકિતનો અંગત મામલો છે.કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યકિત પોતાના ફ્રી ટાઈમમાં પોર્નને બીજાને બતાવ્યા વિના જુએ છે, તો તે ગુનાની શ્રેણીમાં આવે નહી. કોર્ટે કહ્યું કે આવો મામલો તેમની અંગત પસંદગી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેને કોઈપણ રીતે દબાણ કરી શકે નહીં.


કેરળ હાઈકોર્ટે એક સાહ પહેલા એક વ્યકિત વિદ્ધ શ કરાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતા કહ્યું કે, ખાનગીમાં પોર્ન વીડિયો જોવો એ અશ્લીલતા હેઠળના ગુનાની શ્રેણીમાં આવતું નથી. આરોપી વ્યકિતને પોલીસે તેના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોવા બદલ ધરપકડ કરી હતી. કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યકિત ગુ રીતે ખાનગીમાં અશ્લીલ વીડિયો જુએ છે. જો તે કોઈને વીડિયો ના મોકલે અને જાહેરમાં આવા વીડિયો ના જુએ, તો તે કોઈપણ રીતે અશ્લીલતા માટે દોષિત રહેશે નહીં. કોર્ટે કહ્યું કે, મોબાઈલ પર આવી સામગ્રી જોવી એ કોઈની અંગત પસંદગી હોઈ શકે છે અને કોર્ટ તેની ગોપનીયતામાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં.


લાઈવ લોના રિપોર્ટ અનુસાર, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અશ્લીલ વીડિયોને અન્ય લોકોને બતાવ્યા વિના ખાનગી રીતે જોવો તે કોઈપણ રીતે ભારતીય દડં સંહિતાની કલમ ૨૯૨ હેઠળ અપરાધની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં સૌથી મહત્વના સવાલ મુજબ, જો કોઈ વ્યકિત પોતાના ફ્રી ટાઈમમાં પોર્નને બીજાને બતાવ્યા વિના જુએ છે, તો શું તે ગુનાની શ્રેણીમાં આવે છે? કોર્ટે કહ્યું કે આવો મામલો તેમની અંગત પસંદગી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેને કોઈપણ રીતે દબાણ કરી શકે નહીં.કોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યકિત દ્રારા ગોપનીયતામાં અશ્લીલ ફોટા અને વીડિયો જોવો એ આઈપીસી ની કલમ ૨૯૨ હેઠળ ગુનો નથી. જો કોઈ વ્યકિત અશ્લીલ ફોટા અને વીડિયોનું પ્રસારણ અને અન્યોને વિતરણ કરે છે અથવા તેને સાર્વજનિક સ્થળે જુએ છે અથવા બતાવવાનો પ્રયાસ કરે છે, તો તેને ૨૯૨ હેઠળ ગુનો ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આપણા દેશમાં પુષ અને મહિલા વચ્ચે એકાંતમાં તેમની સંમતિથી શારીરિક સંબધં બાંધવો એ ગુનો નથી. જો કે, આ સમય દરમિયાન જસ્ટિસ કુન્હીક્રિષ્નને, માતા–પિતાને ચેતવણી આપતાં કહ્યું હતું કે દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન સોંપવામાં ઘણો ખતરો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે અશ્લીલ વીડિયો ઇન્ટરનેટની મદદથી મોબાઈલ ફોન પર સરળતાથી જોઈ શકાય છે અને બાળકો તેને સરળતાથી જોઈ શકે છે, જેના દૂરગામી પરિણામો આવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application