ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે વાસ્મો યોજના થશે કાર્યરત

  • July 17, 2021 12:33 PM 

સ્થાનિક રહીશો દ્વારા સહકાર આપવા ગ્રામ પંચાયતની અપીલ

    ખંભાળિયા નજીક આવેલી મહત્વની ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં અગાઉ પાણી વિતરણ વ્યવસ્થા માટે નળ જોડાણો નહોતા. અહીં સ્થાનિક આગેવાનોની રજૂઆતો બાદ વાસ્મો યોજના અંતર્ગત ગામમાં પાણીના નળ કનેકશન મંજૂર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે આશરે બે વર્ષ પૂર્વે કરવામાં આવેલા સર્વે બાદ અહીં કુલ 4747 કનેક્શન હોવાનું જાહેર થયું હતું. આ બાદ થોડા સમય પૂર્વે ગ્રામ પંચાયત દ્વારા માટે સ્થાનિક લોકફાળો એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેથી 2073 રહેણાક મકાનોના આસામીઓ દ્વારા પોતાના નળ કનેક્શન માટે લોકફાળો ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યો હતો.

    આ સંદર્ભે ધરમપુર ગ્રામ પંચાયતની એક યાદીમાં જણાવાયા મુજબ આગામી તારીખ 15 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન વાસ્મો યોજના અંતર્ગત જે કોઈ આસામીઓને લોકફાળો આપવાનો બાકી હોય તેઓએ ગ્રામ પંચાયતના અધિકૃત વ્યક્તિ પાસે આ ફાળો જમા કરાવી અને પહોંચ મેળવી લેવાની રહેશે. આ પછીથી પાણીની લાઈન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.

    આ કામગીરી પુર્ણ થયા બાદ નવા કનેક્શન માટે શું આયોજન કરવું તે પંચાયત નક્કી કરશે. જેની નોંધ લઈ, ગ્રામ પંચાયતને જરૂરી સહયોગ આપવા એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)