ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું આજથી ત્રણ વર્ષ પહેલા વર્ષ 2022 માં અવસાન થયું હતું. માર્ચ 2022માં, આ દિગ્ગજ ક્રિકેટર થાઇલેન્ડમાં તેમના વિલામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં પોલીસે કહ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પરંતુ હવે તેન મૃત્યુના ત્રણ વર્ષ પછી, બીજો એક ચોંકાવનારો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, વોર્નના મૃત્યુ પછી, તેના વિલામાંથી કામગ્રા નામની દવાની બોટલ કાઢવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારી દ્વારા આ વાતનો ખુલાસો થયો. તેમણે કહ્યું છે કે તેમને આ બાબત છુપાવવા માટે કહેવામાં આવ્યું હતું. કામગ્રા એક જાતીય દવા છે જેનો ઉપયોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે થાય છે. આ દવામાં સિલ્ડેનાફિલ સાઇટ્રેટ જોવા મળે છે. આ વાયગ્રા જેવી દવા છે. આ દવા એવા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે જેમને પહેલાથી જ હૃદયની સમસ્યા છે.
એક થાઈ પોલીસ અધિકારીએ ખુલાસો કર્યો, અમારા વરિષ્ઠ અધિકારીઓએ અમને બોટલ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ સૂચનાઓ ઉપરથી આવી હતી. મને લાગે છે કે વરિષ્ઠ ઓસ્ટ્રેલિયન અધિકારીઓ પણ આમાં સામેલ હતા, કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે તેમના રાષ્ટ્રીય હીરોનો આ રીતે અંત આવે. અધિકારીએ એમ પણ કહ્યું કે ઘટનાસ્થળે ઉલટી અને લોહીના ડાઘ મળી આવ્યા હતા, જેનાથી એ સ્પષ્ટ થતું નથી કે કામગ્રા વોર્ને મૃત્યુ પહેલાં કેટલું પીધું હતું.
નવા ખુલાસાઓથી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કે શું શેન વોર્નના વારસાને બચાવવા માટે મહત્વપૂર્ણ પુરાવા જાણી જોઈને છુપાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું અને તેનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે. જોકે, તાજેતરના ખુલાસાઓથી સનસનાટી મચી ગઈ છે, જે દર્શાવે છે કે કામગ્રા ગોળીઓના સેવનને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech