વોર્ડ નં. 2 માં અવારનવાર લાઇટ જવાથી ઇલેકટ્રોનીક ઉપકરણોને ભારે નુકશાન

  • June 09, 2021 10:20 AM 

તાત્કાલીક ઘટતું કરવા અંગે વોર્ડ નં. 2 ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલાએ પીજીવીસીએલના અધિક્ષકને લખ્યો પત્ર

જામનગરમાં વોર્ડ નં. 2 માં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર લો વોલ્ટેજનો પ્રશ્ર્ન રહે છે, ગમે ત્યારે લાઇટ ચાલી જાય છે તેને કારણે ઇલેકટ્રોનિક ઉપકરણોને ભારે નુકશાન થાય છે આ અંગે તાત્કાલીક અસરથી ઘટતું નહી કરાય તો લોકોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વોર્ડ નં. 2 ના નગરસેવક જયેન્દ્રસિંહ એન. ઝાલાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લખેલા પત્રમાં આપી છે.

આ પત્રમાં જણાવાયું છે કે વોર્ડ નં. 2 માં મચ્છરનગર, મોમાઇનગર, ગાંધીનગર, સોનીયાનગર, પુનીતનગર, મેહુલપાર્ક, રાંદલનગર, નંદનપાર્ક, કે.પી. શાહની વાડી સહિતના વિસ્તારોમાં અવાર નવાર વિજળી ચાલી જાય છે, ઉપરાંત અનેક ઘરોમાં લો વોલ્ટેજના કારણે ઇલેકટ્રીક ઉપકરણો બળી જાય છે, આ અંગે અવાર નવાર રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી માટે તાત્કાલીક અસરથી આ પ્રશ્ર્નને અગ્રતાક્રમ આપી હલ કરવા પત્રમાં માંગણી કરાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)