21 વર્ષથી ધ્રોલના મારામારીના ગુનામાં વૉન્ટેડે આરોપી પકડાયો

  • July 20, 2021 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૈરોલ ફર્લો સ્કવોર્ડે કાલાવડમાંથી દબોચી લીધો

જામનગર પૈરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તપાસ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં વૉન્ટેડ આરોપીઓને પકડી લીધાં બાદ ધ્રોલના મારામારીના ગુનામાં લાંબા સમયથી ફરાર શખસને કાલાવડમાંથી પકડી લેવાયો હતો.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચના તેમજ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેહગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્ટાફના કાસમભાઇ તથા લખધીરસિંહને મળેલ બાતમી આધારે ધ્રોલ પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ 325, 114 વિગેરેના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ભાવસિંગ ટીહીયા બારીયાને કાલાવડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આ કાર્યવાહી પેરોલ ફર્લોના પીએસઆઇ એ.એસ. ગરચર તથા હેડ કોન્સ લખધીરસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, રણજીતસિંહ, સલીમભાઇ, કાસમભાઇ, ભરતભાઇ, રાજેશભાઇ, મેહુલભાઇ, પો.કો ધર્મેન્દ્રભાઇ, મહિપાલભાઇ, અરવિંદગીરી, એલસીબીના હેડ કોન્સ. નિર્મળસિંહ તથા લખમણભાઇ ભાટીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS