વાંકાનેર: હાઇ-વે પર સેલિબ્રેશનના નામે સિનસપાટા કરનાર ચાર યુવાનોને કાયદાનું ભાન કરાવતી પોલીસ

  • March 30, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર નજીક હાઇ-વે પર અવારનાર યુવાનો દ્વારા બર્થ-ડે સેલિબ્રેશનના નામે ખોટા સિનસપાટા કરવામાં આવતા હોય છે, ત્યારે આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઇ હતી અને વીડિયોમાં દેખાતા ચાર યુવાનોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇ-વે પર ઓવરબ્રિજ પાસે અમુક યુવાનો દ્વારા કાર ઉભી રાખી, કેક કાપી, ફટાકડા ફોડી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ બાબતે વાંકાનેર સિટી પોલીસ ટીમે તપાસ શરૂ  કરી વીડિયોમાં દેખાતા યુવાનોની ઓળખ કરી તમામ સામે આઇપીસી કલમ ૨૮૩, ૨૮૬, ૩૩૬, ૧૧૪ તથા એમ.વી. એકટ કલમ-૧૨૨ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ  કરી હતી.

જેમાં પોલીસે આરોપી બુરહાનુદીન તૈયબઅલી મલકાની (ઉ.વ.૨૬), હુશેન ઉર્ફે બાજી સબીરભાઇ હાથી (ઉ.વ.૨૮), અમીર મુસ્તાકભાઇ તાજાણી (ઉ.વ.૩૧), અજીજ મુસ્તુભાઇ સરાવાલા (ઉ.વ.૨૭, રહે.તમામ વોરાવાડ, વાંકાનેર)ને રૂ.૩૫ લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર નંબર જીજે-૦૩એમએચ-૫૩૦૦ સાથે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી અન્ય યુવાનો માટે બોધરૂપ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સિટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ.વી.ઘેલા, એએસઆઇ નારણભાઇ લાવડીયા, હેડ.કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઇ લાવડીયા, માલાભાઇ ગાંગીયા, ધર્મરાજભાઇ ગઢવી સહિતના જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application