વાંકાનેર નગરપાલિકા દ્રારા છેલ્લ ા ચાર દિવસથી શહેરભરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગેા પર પાલિકાની ટીમ દ્રારા જેસીબી તથા ટ્રેકટરને સાથે રાખી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોથા દિવસે ખુદ ચીફ ઓફીસર પાલિકા ટીમ સાથે જોડાઈ શહેરના અડચણરૂપ દબાણો જેસીબી દ્રારા હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીનો પ્રારભં દિવાનપરા, માર્કેટ ચોક, હરીદાસ રોડ, ચાવડી ચોક, મેઈન બજાર, ભમરીયા કુવા વિસ્તાર, જુની દાણાપીઠ, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમુક લારી, કેબીનોવાળા ધંધાર્થીઓએ સ્વૈચ્છાએ હટાવી પાલિકાને સહકાર આપ્યો હતો.
આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે. આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરના તમામ વેપારીઓ, નાગરિકો આ ઝુંબેશમાં સંપુર્ણ સહકાર આપી સ્વૈચ્છાએ દબાણો દુર કરે જેથી ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને આગામી દિવસોમાં નગરપાલિકા દ્રારા ખુલ્લ ી જગ્યાઓ પર પાકિગ વ્યવસ્થા બનાવવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.
આ દબાણ હટાવવાની કામગીરીમાં ચીફ ગિરીશભાઈ સરૈયા, હેડ કલાર્ક હાદિર્ક સરૈયા, મહેશ મકવાણા, પાર્થ સંચાણીયા, અશોક રાવલ, આદિત્ય રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે શહેર પોલીસના પીઆઈ એચ.વી.ઘેલા, પીએસઆઈ ડી.વી.કાનાણી સહિતનો પોલીસ સ્ટાફ સાથે જોડાયો હતો.
શહેરના સીટી સ્ટેશન રોડ, મીલ પ્લોટ, નવાપરા વિસ્તાર તથા પંચાસર રોડ પર ગેરકાયદેસર પાકા મકાન, દુકાન, ગોડાઉન નડતરરૂપ છાપરા કેબીનો, ઓટલા સહિત દબાણકર્તાઓ ઉપર ધોંસ બોલાવી હજારો ફત્પટ જગ્યા ખુલ્લ ી કરવામાં આવી હતી. પાલિકા સાથે પોલીસ સ્ટાફ પણ સાથે જોડાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech