BREAKING NEWS

વાંકાનેર: કીચડ ઉડવા બાબતે ચાર ઇસમોનો સાસુ–વહુ પર હુમલો

  • July 10, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેરના ખખાણા ગામમાં આઠ દિવસ પૂર્વે કીચડ ઉડવા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ ઘર પાસે આવી સાસુ–વહુ પર  પાઈપ અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મોપેડમાં નુકશાન કયુ હતું. વાંકાનેર તાલુકાના ખખાણા ગામના હેતલબેન અનિલભાઈ થોરિયા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ સુરેશ ગોવિંદભાઈ ગોધાણી, સંજય સંગ્રામભાઇ ગોધાણી, કરણ સંગ્રામભાઇ ગોધાણી અને રવિ સંગ્રામભાઇ ગોધાણી રહે બધા ખખાણા વાળા વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે સાત આઠ દિવસ અગાઉ રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ચારેય ઈસમો હેતલબેનના ઘર પાસે આવી ગાળો આપી લોખડં પાઈપ અને લાકડી વડે હેતલબેનના કપાળના ભાગે તેમજ સાસુ રતનબેનને પગમાં મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સ્કૂટીમાં નુકશાન કયુ હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application