BREAKING NEWS

૧૫૦૦ રૂપિયાના પેન્શન માટે ૯૦ વર્ષની સાસુને ઉપાડીને નવ કિલોમીટર ચાલી

  • May 25, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના સુરગુજા જિલ્લાના મૈનપાટ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં સરકારી વ્યવસ્થા અને દાવાઓની ખામીઓનો પર્દાફાશ થયો છે. એક ગરીબ પરિવારની પુત્રવધૂને વૃદ્ધ પેન્શન ઉપાડવા માટે પોતાની ૯૦ વર્ષની સાસુને લગભગ ૯ કિલોમીટર પીઠ પર બેસાડીને બેંક સુધી લઈ જવી પડી. આ સંઘર્ષનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, વહીવટ અને બેંકિંગ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.આ ઘટના મૈનપાટ બ્લોકના કુનિયા ગ્રામ પંચાયતમાં બની છે. આ ગામની રહેવાસી સુખમુનિયા બાઈ ચાલી શકતી નથી. ગામથી બેંક સુધીનો રસ્તો ખૂબ જ ખડકાળ, જંગલોથી ઘેરાયેલો અને નાળાઓથી ભરેલો છે, જેના કારણે વાહનો માટે નર્મદાપુરમાં સેન્ટ્રલ બેંક સુધી પહોંચવું અશકય બની ગયું છે. ભીષણ ગરમીમાં, સુખમુનિયા તેની વૃદ્ધ સાસુને પીઠ પર બેસાડીને ટેકરીઓ અને ધૂળિયા રસ્તાઓ પાર કરવા પડા હતા.પરિવારના સભ્યોએ જણાવ્યું કે પહેલા ગામમાં બેંક મિત્ર દ્રારા પેન્શન ચૂકવણી ઉપલબ્ધ હતી, પરંતુ હવે બેંકની મુલાકાત ફરજિયાત બની ગઈ છે. પહોંચ્યા પછી, વૃદ્ધ મહિલાને ત્રણ મહિનાના પેન્શન માટે માત્ર ૧,૫૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા, જોકે તેમના ખાતામાં ચાર મહિનાથી કુલ ૨,૦૦૦ રૂપિયા હતા. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, વૃદ્ધોને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમણે માંગ કરી છે કે વૃદ્ધો અને અપંગો માટે ચૂકવણી ગામ સ્તરે ગોઠવવામાં આવે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application