દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આયુષ હેલ્‍થ એન્‍ડ વેલનેશ સેન્‍ટર ખાતે કોન્‍ટ્રાકટથી નિમણૂંક માટે વોક ઇન ઇન્‍ટરવ્‍યુ

  • June 29, 2021 10:18 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની આયુર્વેદ શાખા દ્વારા નિયંત્રિત આયુષ હેલ્‍થ એન્‍ડ વેલનેશ સેન્‍ટર ખાતે કુલ ચાર યોગ ઇન્‍સટ્રકટરની પાર્ટટાઇમ કોન્‍ટ્રાકટથી અગીયાર માસના કરાર આધારિત નિમણૂંક કરવાની થાય છે. જે મુજબ ભાણવડ તાલુકાના સણખલા ગામે આવેલા સરકારી આયુર્વેદિક દવાખાના ખાતે એક પુરુષ અને એક સ્ત્રી કર્મચારી તથા ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં પણ એક સ્ત્રી અને એક પુરુષ કર્મચારી એમ કુલ ચાર યોગ ઇન્‍સટ્રકટર નિમણૂંક કરવામાં આવશે.

પુરુષ યોગ ઇન્‍સ્‍ટ્રકટરને માસિક મહતમ રૂા. 8000 (એક કલાકના યોગા સેશનના રૂા. 260/- લેખે કુલ 32 સેશનના) તથા મહિલા યોગા ઇન્‍સ્‍ટ્રકટરને માસિક મહતમ રૂા. 5000 (એક કલાકના યોગા સેશનના રૂા.250/- લેખે કુલ વીસ સેશનના) મહેનતાણું ચુકવવામાં આવશે. 

યોગ ઇન્‍સ્‍ટ્રકટર માટેની શૈક્ષણિક લાયકાત- સરકાર માન્‍ય સંસ્‍થા/  યુનિવર્સિટી અથવા ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્‍ત કરેલ સર્ટિફિકેટ/ડિપ્‍લોમા/ડિગ્રી અથવા અન્‍ય સંલગ્‍ન કોર્સ પૈકી કોઇપણ એક માન્‍ય લાયકાત ધરાવતા હોવા જોઇએ. તેમજ વોક-ઇન-ઇન્‍ટરવ્‍યુના દિવસે ઉમર ઉમર 19 થી 45 વર્ષની હોવી જોઇએ.

ઉપરોકત શૈક્ષણિક લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારોએ તા.બુધવાર તા. 14 ના રોજ બપોરે બાર વાગ્‍યે નિયત કરેલ નમુના મુજબ અરજી, વે ફોટોગ્રાફ અને ખરાઇ કરેલા તમામ ડોકયુમેન્‍ટ-પ્રમાણપત્ર સાથે આ ઇન્‍ટરવ્‍યુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળીયા ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરીના વિડીયો કોન્‍ફરન્‍સ રૂમ ખાતે હાજર રહેવાનું રહેશે.

ઉમેદવારે નામ, સરનામું, ઇમેઇલ-એડ્રેસ/મોબાઇલ નંબર, જન્‍મ તારીખ, શૈક્ષણિક લાયકાતની વિગત, યોગ અંગેના અનુભવની વિગત સાથેની અરજી કરવાની રહેશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS