રોજ ચાલો 10 હજાર ડગલા અને મહિના પછી મેળવો તેનું અદ્ભુત પરિણામ
રોજ 10 હાજર સ્ટેપ ચાલવાથી તંદુરસ્તીમાં ફાયદો થાય છે આનાથી ધીરે ધીરે તમારો વજન પણ ઓછો થવા લાગે છે, જો તમે રોજ આટલા ડગલા ચાલો છો તો મહિનાના કેટલાય કિલો વજન ઘટાડી શકો છો.
ઝાડાપણું આજના સમયમાં સ્વાસ્થ્યનું સૌથી મોટું દુશ્મન છે એક વખત મોટાપણું શરીર પર વધવા લાગ્યું તો ઓછું કરવામાં પરસેવો છૂટી જાય છે, વધુ સારું છે કે તમે સારી આદતોમાં પોતાની દિનચર્યા શામેલ કરી લ્યો. એમાની જ એક આદત છે રોજે વોક કરવું, જો તમે 10 હાજર ડગલા ચાલો છો તો ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
10 હજાર ડગલા ચાલવાથી કેટલા કિલો વજન ઓછું થશે ?
10 હજાર ડગલા ચાલવાથી સરેરાશ 300 થી 500 કેલેરી બળી શકે છે, જો વધારે સ્પીડમાં ચાલવામાં આવે અને સમતોલ આહાર લેવામાં આવે તો અઠવાડિયામાં અડધો કિલો વજન ઘટી શકે છે.
મહિનામાં કેટલા કિલો વજન ઓછું થઈ શકે છે
રોજ આટલું ચાલવામાં આવે તો સરેરાશ મહીને ૨ થી 3 કિલો વજન ઘટાડી શકાય છે. આ ઉપરાંત જણાવવાનું કે સાથે સાથે સમતોલ આહાર લેવો જરૂરી છે, તો જ વજનમાં ફેરફાર કરી શકાય છે.