કોરોના અંગે WHOએ આપ્યું હોંશ ઉડી જાય તેવું નિવેદન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને વધુ એક નિવેદન જાહેર કર્યુ છે. જો કે આ નિવેદન સાંભળતા જ હોંશ ઉડી જાય એવું છે. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરીસે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે, ‘હાલ સુધીમાં જેટલી કોરોનાની વેક્સીન બની છે તેમાંથી 50 ટકા વેક્સીન પાસ થઈ નથી.’

 

બીજી બાજુ અમેરિકાની સંસ્થા સેંટર કોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(સીડીસી)એ પબ્લિક હેલ્થ સાથે જોડાયેલ એજન્સીને કહ્યું હતું કે તે ઓક્ટોમ્બર કે નવેમ્બર સુધીમાં બે વેક્સીન તૈયાર કરી શકે છે. ગત સપ્તાહમાંસીડીસી દ્વારા પબ્લિક હેલ્થ સાથે જોડાયેલી સંસ્થાઓમાં મોકલાયેલ દસ્તાવેજોમાં વેક્સીનને ‘એ’ અને ‘બી’ નામ આપવામાં આવ્યું છે. તેમા વેક્સીન સાથે જોડાયેલી મહત્વની માહિતી સામેલ હતી.   

 

અમેરિકામાં એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ કોરોના વેક્સીન ટ્રાયલ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. કંપની અનુસાર અમેરિકામાં કુલ 80 જગ્યાઓપર 30 હજાર સ્વયંસેવકો પર આ ટેસ્ટિંગ ચાલું છે. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતુ કે એસ્ટ્રાજેનેકા વેક્સીન પરિક્ષણ ત્રીજા સ્ટેજમાંપહોંચી ગયું છે અને તે વેક્સીનના લિસ્ટમાં સ્થાન પામી ચુક્યુ છે જેનો ઉપયોગ ખૂબ ઝ્ડપથી કોરોના સામે લડવામાં કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS