યુક્રેન સાથેના યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આજે રાષ્ટ્ર્રપતિની ચૂંટણી યોજાશે. વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. તેઓ પાંચમી વખત સત્તા પર પાછા ફરે તેવી અપેક્ષા છે. તેઓ પાંચમી વખત સત્તામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.
રશિયામાં ૧૫ થી ૧૭ માર્ચ સુધી મતદાન થશે. જો કે, યુક્રેનના કેટલાક ભાગો સહિત પ્રારંભિક અને પોસ્ટલ મતદાન પહેલેથી જ શ થઈ ગયું છે. જો કોઈ ઉમેદવારને અડધાથી વધુ મત ન મળે તો ત્રણ અઠવાડિયા પછી બીજા તબક્કાનું મતદાન યોજાશે. જો પુતિન ફરીથી રાષ્ટ્ર્રપતિની ચૂંટણી જીતે છે, તો તેઓ લગભગ ૨૦૩૦ સુધી સત્તામાં રહેશે.
મીડિયા રિપોટર્સ અનુસાર, પુતિનનું રેટિંગ ૮૬ ટકાથી વધુ છે, એક બિન–સરકારી મતદાન સંસ્થા લેવાડા સેન્ટરના રિપોર્ટ અનુસાર, યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.પુતિનના ત્રણ મુખ્ય વિરોધીઓમાં પ્રત્યેકને પાંચ ટકા અથવા તેનાથી ઓછા મત મળે તેવી સંભાવના છે. યારે કોઈ ઉમેદવારને નોંધપાત્ર સમર્થન મળવાની શકયતા દેખાતી નથી. પુતિનની જીત લગભગ નક્કી હોવા છતાં ક્રેમલિને ચૂંટણીના પ્રચાર પર એક અબજ યુરો કરતાં વધુ ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે. આ બજેટનો મોટાભાગનો હિસ્સો રાષ્ટ્ર્રવાદ, એકતા અને પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફોટેનમેન્ટ માટે ફાળવવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકી સંગઠન જૈશના મુખ્યાલય પર લાગ્યું પર્મેનન્ટ કલોઝડનું ટેગ
June 07, 2025 10:20 AM45 વર્ષ બાદ મંદ પડી નર્કના દરવાજાની આગ : વૈજ્ઞાનિકોની ભૂલને કારણે શરૂ થઈ હતી જ્વાળા
June 07, 2025 10:18 AMPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech