પાંચમા તબક્કામાં ૮ રાજયોની ૪૯ બેઠકો પર મતદાન

  • May 20, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન શ થઈ ગયું છે. પાંચમા રાઉન્ડમાં આઠ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. આ તબક્કામાં ૬૯૫ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. પાંચમા તબક્કાની સાથે કુલ ૪૨૮ સીટો પર ચૂંટણી પૂર્ણ થશે.

પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ૪૦થી વધુ બેઠકો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાસે હતી. મહારાષ્ટ્ર્રની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ–કાશ્મીર અને લદ્દાખની એક–એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.

૪૯ સંસદીય મતવિસ્તારોમાં, ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને વિકલાંગોને ઘરના આરામથી મતદાન કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવ્યો છે. મતદાન અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકોમાં પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળી જેવી સુવિધાઓ છે. વૃદ્ધો અને વિકલાંગ વ્યકિતઓ સહિત દરેક મતદાર સરળતાથી પોતાનો મત આપી શકે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. ગરમીનો સામનો કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

સૌથી વધુ ૨૬૪ ઉમેદવારો મહારાષ્ટ્ર્રના છે. જયાં તમામ ૧૩ બેઠકો પર ચૂંટણી થવાની છે. બીજા ક્રમે ઉત્તર પ્રદેશની કુલ ૧૪ બેઠકો પર ૧૪૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. લદ્દાખની એક સીટ પરથી ઓછામાં ઓછા ત્રણ ઉમેદવારો ચૂંટણી લડ્યા છે

સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૦.૨૮ ટકા મતદાન
બિહાર ૮.૮૬
જમ્મુ અને કાશ્મીર ૭.૬૩
ઝારખડં ૧૧.૬૮
લદ્દાખ ૧૦.૫૧
મહારાષ્ટ્ર્ર ૬.૩૩
ઓડિશા ૬.૮૭
ઉત્તર પ્રદેશ ૧૨.૮૯
પશ્ચિમ બંગાળ ૧૫.૩૫

આ રાજયોમાં મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ૧૭ વિશેષ ટ્રેનો, ૫૦૮ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્ર્રની ૧૩, પશ્ચિમ બંગાળની ૭, ઓડિશા અને બિહારની ૫–૫, ઝારખંડની ૩ અને જમ્મુ–કાશ્મીર અને લદ્દાખની ૧–૧ બેઠક સામેલ છે

પાંચમા તબક્કામાં ૨૨૭ કરોડપતિ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સ (એડીઆર) એ પાંચમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા તમામ ૬૯૫ ઉમેદવારોના એફિડેવિટ પર એક રિપોર્ટ જાહેર કર્યેા છે. આ રિપોર્ટ અનુસાર, ૬૯૫ ઉમેદવારોમાંથી ૧૫૯ (૨૩%) ઉમેદવારો કલંકિત છે. આ કેસોમાં અલગ–અલગ કેસ ચાલી રહ્યા છે. તે જ સમયે, ૨૨૭ ઉમેદવારો એવા છે જેમણે પોતાને કરોડપતિ જાહેર કર્યા છે. પાંચમા તબક્કામાં દરેક ઉમેદવાર પાસે સરેરાશ ૩.૫૬ કરોડ પિયાની સંપત્તિ છે. એનસીપી (શરદ જૂથ)ના બે ઉમેદવારો પાસે સૌથી વધુ સરેરાશ સંપત્તિ . ૫૪.૬૪ કરોડ છે









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News