રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન શરુ

  • February 21, 2021 08:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે સવારથી મતદાન શરુ થયું છે અને સાંજના છ વાગ્યા સુધી રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન થવાનું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શરુ થઈ ચુક્યું છે અને તેમાં 567001 પુરુષ અને 526970 મહિલા અને 20 અન્ય કેટેગરીના મતદારો મળીને કુલ 1093991 મતદારો નોંધાયા છે. શહેરના 991 મતદાન મથકમાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 
 

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શરૂ થતા લોકો સવારે 7 વાગ્યાથી જ બુથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. કોરોનાના કારણે આ વર્ષે મતદાન કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે શરૂ થયું છે. બુથ પર મતદાન પહેલા  મતદારોનું થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મતદાન કરવામાં આવી રહયું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS